________________
ગૃહસ્થોને જુગુપ્સા થાય તો શાસન અપભ્રાજના થાય - આવી વાતો આજે થાય છે. એ વાતો સાવ ખોટી નથી તો એકાત સાચી પણ નથી. શાસ્ત્રમાં એવા અનેક દૃષ્ટાન્તો મળે છે કે જેમાં મહાત્માના મલિન વસ્ત્રગાત્રની દુર્ગછા કરીને ગૃહસ્થ નીચગોત્ર આદિ અશુભ કર્મબંધ ર્યો હોય. પણ એમાં ક્યાંય એવું નથી આવતું કે એ મહાત્મા શાસન અપભ્રાજનાના દોષથી વિરાધક બન્યા.
વાસ્તવમાં શાસનઅપભાજના આપેક્ષિક છે. બહુજનમાં કે શિષ્ટવર્ગમાં જે નિંદનીય ગણાય એવી પ્રવૃત્તિ તેનો વિષય સમજવી એવું માનવું યોગ્ય લાગે છે. તીર્થંકર ઉપર પણ અભવ્યાદિ જીવોને દ્વેષ થાય અને તેમની પ્રત્યેક પ્રવૃત્તિ ખૂચે, તો એમની પ્રવૃત્તિ ય શાસન અપભ્રાજના બની જશે ?આપણી આસપાસમાં જ એવી વ્યક્તિઓ પણ છે કે જેના અભિપ્રાયથી ચારિત્રની આરાધના જ નિંદનીય છે. તો શું એ પણ શાસન અપભ્રાજના બની જશે ?
આજના દેશ-કાળ કરતાં અનેકગણો શ્રીમંત, શિક્ષિત, સુધરેલો, સમૃદ્ધ વર્ગ ભૂતકાળમાં હતો, ત્યારે ય શાસ્ત્રનીતિ એ જ હતી કે એક વર્ષે કાપ કાઢવો. અપવાદ આ કહ્યો છે
आयरियगिलाणाणं मइला मइला पुणो वि धावंति। मा हु गुरुण अवन्नो लोअम्मि अजीरणं इयरे॥
(હિંડનિ૪િ-ર૦) આચાર્ય અને ગ્લાનના વસ્ત્રો મલિન થાય એટલે ફરી ફરી ધોવે. જેથી લોકમાં ગુરુનો અવર્ણવાદ ન થાય, અને ગ્લાનને અજીર્ણ ન થાય.
આચાર્ય તો જિનશાસનમાં શ્રમણસંઘમાં રાજા સમાન છે. એમના વસ્ત્રો જો મલિન હોય તો લોકોમાં અવર્ણવાદ થાય કે તમારા રાજા
( ૯૯ )