________________
આ પ્રસંગ પર મને વિચાર આવ્યો કે માનો કે સાથે કોઈ ગાડી હોય અને એમાં આવા સમયે બેસવા માટે ખુરશી રાખી હોય અને એવી
સ્વદ્રવ્યની (?) ખુરશી પર અમે પાણી ચૂકવ્યું હોત તો સંયમની શોભા રહેત ખરી ?
ઉત્તરાધ્યયનસૂત્રમાં એક પ્રસંગનું વર્ણન છે, જેમાં ભિક્ષાચર્યાએ નીકળેલા હરિકેશી મુનિને જોઈને, સાધુદ્વેષીઓ કહે છે- સંરતૂટ્સ પરિરય - જેણે ગળામાં ચીંથરાછાપ વસ્ત્ર ધારણ કર્યું છે. સોમવેલા પંવિસાયમૂયા - જેના વસ્ત્રો તદ્દન જઘન્ય - જીર્ણ શીર્ણ છે. જેનું શરીર ધૂળથી ખરડાયેલું છે અને તેથી જે પિશાચ જેવા લાગે છે.
કેવા નિઃસંગ હશે એ મહાત્મા ! શરીરાદિ પ્રત્યે કેટલા નિર્મમ હશે! આ ધૂળધૂસરતા એ જ એમની સંયમની શોભા હતી. આગમોમાં તો આવા મુનિવરોની અપ્રતિબદ્ધતાનું જે વર્ણન કર્યું છે, તે વાંચીને ય મંત્રમુગ્ધ થઈ જવાય છે. આંખનો મેલ પણ કાઢવાનો નહીં, ઘૂંકવાનું પણ નહી, ખંજવાળ આવે તો ખંજવાળવાનું પણ નહીં. જે - સુ-સુવરવે-મુવર - હોય એનું નામ સંયમી. એની કાયા સાવ શુષ્ક, ઋક્ષ અને ભૂખી હોય એવી અશક્ત હોય.
આનાથી વિપરીત અસંયમીના લક્ષણ પણ આગમમાં આપ્યા છે. કે જે ન-મ-વટે હોય - હૃષ્ટ પુષ્ટ એવી જેની કાયા હોય. એ વળી અભંગન આદિથી મૃણ હોય, અને ચરબી વધવાને કારણે જેના અંગોપાંગો વૃત્ત હોય, (ખભા વગેરે ભાગે ઉપસેલું હાડકું ન હોય, પણ હાડકું વગેરે ઢંકાઈ જાય એવો ગોળાકાર ભાગ હોય.) વિભૂષાદિ અસંયમને સેવે, એને શરીર બકુશ કહ્યા છે. આ અસંયમથી બ્રહ્મચર્યની ગુમિનો પણ ભંગ થાય છે. દશવૈકાલિક સૂત્ર કહે છે
(૯૭)