________________
નથી વાપર્યા, પણ આશાતના એવો શબ્દ વાપર્યો છે. તેમની નિંદા આદિ કરવાથી ય તેમની આશાતનાનું પાપ લાગે, તો તેમને કાયિક-માનસિક ફ્લેશ આપવાથી તો કેટલું પાપ લાગે ? વળી સંયમીએ તો જીવમાત્રની દયા કરવાની છે, એટલે કોઈની માનસિક પીડામાં પણ એ નિમિત્ત ન થઈ શકે. તેથી મજૂર હોય, બળદગાડાદિ હોય કે ગાડી હોય, બધે દોષ તો ઊભો જ રહે છે.
આજે પુણ્યથી, બીજાની ભક્તિથી કે દક્ષિણ્યતાથી ગાડુ ભલે ગબડી જાય. બીજાને આપેલી પીડાનો પરચો જરૂર મળશે. ઊંટના ભાવો કરીને ગુણીઓથી લદાયેલી ગાડી ખેંચવી પડશે. ભરુચના પાડા થઈને ઊંચી ઢાળે પાણી ચડાવવા પડશે. ગધેડા થઈને ડફણા ખાવા પડશે. બળદ થઈને બોજો ઉપાડવો પડશે. કલકત્તાની માણસગાડીમાં જોતરાવું પડશે.
वस्त्रपात्रतनुपुस्तकादिनः, शोभया न खलु संयमस्य सा। आदिमा च ददते भवं परा,
કુત્તિમાશ્રય વિરબ્રિજા ૨૨ .. - વસ્ત્ર, પાત્ર, શરીર, પુસ્તક વગેરેની શોભાથી સંચમની શોભા નથી થતી. પહેલી શોભા સંસાર આપે છે અને બીજી મોક્ષ આપે છે. હવે તું ઇચ્છે તે એક શોભાને પસંદ કરી લે.
ગુજરાતનું એક ગામ વણોદ. સાંજે ત્યાંથી વિહાર કર્યો. રસ્તામાં પાણી ચૂકવવા બેઠા. કોઈ હોટલનું કંપાઉંડ હતું. અમારી પાસે બે મુસ્લિમ ભાઈઓ આવ્યાં. અને બોલ્યા, ‘તમારામાં કેટલી સાદગી છે. ગમે ત્યાં (જમીન પર) બેસી જાઓ છો.” ઈત્યાદિ અનુમોદના એણે કરી. અમે પાણી ચૂકવી આગળ વધ્યા.
( ૯૬ )