________________
સામગ્રી આપતા હોય, આ રીતે સ્વાધ્યાયી મહાત્માને ઉપયોગી થવા માટે જ એમણે સંગ્રહ કર્યો હોય, એમાં એક પૈસા જેટલો ય સ્વાર્થ ન હોય, તો હું એમને બેધડકરીતે નિષ્પરિગ્રહી અને અકિંચન કહેવા તૈયાર છું. એમનો એ સંગ્રહ શાસ્ત્રદૃષ્ટિએ ધર્મોપકરણ બની શકે.
વાસ્તવમાં તો આવો સંગ્રહ શ્રીસંઘના કે સુશ્રાવકના જ્ઞાનભંડાર રૂપ હોય. અને શ્રીસંઘ/સુશ્રાવક સુપાત્ર આત્માઓને ઉપરોક્ત રીતે સ્વાધ્યાયસહાય કરતાં હોય, એ વધુ ઇચ્છનીય છે. મહાત્માઓ તો જરૂર પડે ત્યારે જ્ઞાનભંડારમાંથી ગ્રંથ મેળવી લે અને કામ પૂરું થયે પરત કરી દે.
મહાત્મા વ્યક્તિગત સંગ્રહ કરે. પછી પોતાને કે પોતાના ઉત્તરાધિકારીઓને મમત્વ થાય. પરસ્પર કે બહારની વ્યક્તિ સાથે કલહ થાય, કષાયોની વૃદ્ધિ થાય અને અશુભ કર્મનો તીવ્ર બંધ થાય. એ કેટલું શોચનીય છે ! પાણીથી અગ્નિસમુત્થાન તે આનું નામ. ભવભીરુ આત્મા તો આની કલ્પનાથી ય ફફડી ઉઠે... રે, મારા જ પોટલામાં, મારા જ સંગ્રહના કોક કબાટમાં કોક હસ્તાદર્શમાં કંથવા તરીકે મારો જન્મ થઈ જાય તો ?'
तपःश्रुतपरिवारां शमसाम्राज्यसम्पदम् । परिग्रहग्रहास्ता - स्त्यजेयुर्योगिनोऽपि हि॥
(ચોગરાત્રિ ૨-૧૧૩) યોગીઓ પણ પરિગ્રહના ગ્રહથી ગ્રસ્ત થઈ જાય એટલે તપ અને શ્રતના પરિવારવાળી પ્રશમરૂપી સામ્રાજ્યની સંપત્તિથી ભ્રષ્ટ થઈ જાય છે.
रक्षार्थं खलु संयमस्य गदिता येऽर्था यतीनां जिनै
सःपुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः।
(૯૪ )