________________
यस्य यावान् परिग्रहः, तं तावान्नेव सन्तापयति। ને ગર્વમેઘરાનરવોસમ વિચિન્તામર ૨૮/૪૭, ૪૮
જેનો જેટલો પરિગ્રહ હોય, એ તેને એટલો જ સંતાપ આપે છે. કુંભારને જેટલી ગધેડાની ચિંતા છે, એટલી જ રાજાને હાથીની ચિંતા છે.
* જિનશાસનમાં અપવાદ છે, પણ એમાં કયાંય બેફામ બનવાની વાત નથી. વિરાધનાનો ફફડાટ અને શક્ય જયણા હોય તો જ એ અપવાદ વાસ્તવમાં અપવાદ બની શકે અન્યથા એ ઉન્માર્ગ બની જાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં સંયમનું વિશેષણ કહ્યું છે- 'ઝહીવેતલિgિe' - જેમાં સર્પની જેમ એકાંતદૃષ્ટિ હોય. સંયમી અપવાદ સેવે તો ય એની દૃષ્ટિ તો ઉત્સર્ગ તરફ જ હોય. ઉત્સર્ગની દૃષ્ટિએ જોઈએ તો પુસ્તક વિષે ય જે કહ્યું છે, તે ય કંપાવી દે તેવું છે. જુઓ આ જિનવચન- “જાળમાંથી માછલું કદાચ છટકી શકે, પણ પુસ્તકના પાનાઓ વચ્ચેથી કંથવા વગેરે જીવો છટકી શકતા નથી.'
સંયમીના નામનો એક કાગળ પણ ગમે ત્યાં પડ્યો હોય, એ પરિગ્રહનું – એના સંબંધિત વિરાધનાનું મીટર સતત ચડતું રહે. એક આચાર્ય ભગવંત પોતાના કાળના સવોત્કૃષ્ટ વિદ્વાન્ થયા હતાં, પણ તેમણે એક પણ પુસ્તકનો પરિગ્રહ રાખ્યો ન હતો. જે ભણવું હોય એ સંઘોના જ્ઞાનભંડારોમાંથી કઢાવે, અને ભણીને પાછુ મુકી દે. અરે, એક પેનનો પણ પરિગ્રહ નહીં. અરે, પેન તો વાપરતા જ ન હતાં, પેન્સિલનો પણ પરિગ્રહ નહીં. જરૂર પડે બીજાની પેન્સિલથી કામ કરી પાછી આપી દે.
મુદા રિો વત્તો - મૂચ્છ એ જ પરિગ્રહ છે. એ વાત સાચી, પણ વસ્તુ રાખી હોય તો એ મૂચ્છનું નિમિત્ત બને ને ? ભગવાને જેની અનુજ્ઞા આપી છે, એવા ધર્મોપકરણ સિવાય વધારાની કોઈ પણ
( ૮૯ )