________________
જ્યોતિષ-નાટક-નીતિ-લક્ષણ-ધનુર્વેદ વગેરેના શાસ્ત્રોથી હરખપદુડા બની જાય છે. પણ પરલોકમાં પોતાનો આત્મા સુખી થાય એવું કોઈ અનુષ્ઠાન તેમને આવડતું નથી. તેથી અમે તો તેને ઉદરભરી જ કહીએ છીએ. એમનું જ્ઞાન માત્ર એમનું પેટ ભરવામાં – એમનો રોટલો રળવામાં જ ઉપયુક્ત થાય છે.
એક માણસ પોતાની ગાડીમાં મુસાફરી કરતો હતો. એવામાં એક બોર્ડ આવ્યું કે ૧૦૦૦ મીટર આગળ ટોલનાકો છે. ઝડપ ઓછી રાખો. આ વાંચીને પેલાએ તો ગાડી ઊભી જ રાખી દીધી. જે થવું હોય તે થાય જકાત તો નથી જ ભરવી.... આ વિચારે તે આજુ બાજુ જોવા લાગ્યો. બાજુમાં એક નાનો રસ્તો જતો હતો. એને આશા જાગી.... ગમે તેમ કરીને રસ્તો ગોતી લઈશ.” ગાડી મારી મુકી વન વગડામાં વળાંકો લેતા રસ્તા સાથે તેની ગાડી વળાકો લેવા લાગી. એમ કરતાં કરતાં સાંજ પડી, રાત પડી, ગાડી દોડતી જ રહી, પેટ્રોલ બળતું રહ્યું, પૈસાનો ધુમાડો થતો રહ્યો, દિશા વગેરેનું કોઈ ભાન ન રહ્યું, કોઈ સૂચક માઈલ સ્ટોન વગેરે પણ ન મળ્યા. જકાત બચી ગયાનો આનંદ આ ભૂલભૂલામણીમાં ભુસાતો જતો હતો. આખી રાત રખડપટ્ટી ચાલુ રહી. પરોઢિયે હાઈવેની અવરજવરનો અણસાર આવવા લાગ્યો. ખટારાઓના હોર્ન સંભળાવા લાગ્યા. પેલાને જીવમાં જીવ આવ્યો. થોડી જ વારમાં ગાડી હાઈવે પર ચડી ગઈ, પણ આ શું? જ્યાં ગાડી અને હાઈવેનું મિલન થયું ત્યાં જ ટોલનાકો હતો. ત્યાંનો માણસ પાવતી લઈને ઊભો હતો. હજાર મીટરના સેંકડો કિલોમીટરો થઈ ગયાં. તો ય ટેકસ તો ચૂકવવો જ પડ્યો. આને ન્યાયશાસ્ત્રમાંઘરવુંત્યાં માતમેં કહ્યું છે.
આ ન્યાય એટલે યાદ આવ્યો કે સંસારથી વિરક્ત બની તે મહાભિનિષ્ક્રમણ કર્યું. જાણે તું સંસારથી ભાગી છૂટ્યો. પણ ભાગતા
( ૮૭ ).