________________
હે મુનિ ! તું જે લોકોને રંજિત કરવા માટે શાસ્ત્રાધ્યયન કરે છે, અથવા તો માયાવાળી સાચી-ખોટી જાત જાતની વાતો કરી કરીને પરિશ્રાન્ત થાય છે, તે લોકો ભવાંતરમાં ક્યાં હશે ? અને તું ક્યાં હોઇશ?
યોગબિંદુમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છેपुत्रदारादिसंसारः, पुंसां सम्मूढचेतसाम्। विदुषां शास्त्रसंसारः, सद्योगवर्जितात्मनाम्॥५०९॥
અજ્ઞાની પુરુષોને પુત્ર, પત્ની વગેરેનો સંસાર હોય છે. જ્યારે શુભયોગરહિત વિદ્વાનોને શાસ્ત્રોનો સંસાર હોય છે.
ગૃહસ્થ સમજે છે કે આ મારી પત્ની, આ મારા પુત્રો, આ મારું ઘર, આ મારી દુકાન, આ મારી સંપત્તિ.... આ બધા પરિબળો જ તેનો સંસાર છે. એ રીતે કોઈ ચારિત્રહીન વિદ્વાન્ સમજે કે આ મારું જ્ઞાનસારનું જ્ઞાન, આ શાંતસુધારસનું જ્ઞાન, આ યોગશાસ્ત્રનું જ્ઞાન.... તો આ બધું પણ તેનો સંસાર જ છે. ગૃહસ્થને પત્ની વગેરેનું મમત્વ છે. વિદ્વાનને એ શાસ્ત્રોનું મમત્વ છે. પત્ની વગેરે ગૃહસ્થને સંસાદુઃખથી મુક્ત કરી શકતા નથી. પત્ની વગેરે ઉર્દુ સંસારના કારણ બને છે, એમ ચારિત્રશૂન્ય વિદ્વાનને એ શાસ્ત્રો જ સંસારના કારણ બને છે. પૂ. હરિભદ્રસૂરિ મ. સા. ના શબ્દો ખરેખર ધ્રુજાવી દે એવા છે- વિનુષ રાત્રિસંસાર: |
હાય, જેનાથી તરવાનું હતું, તેને જ મરવાનું સાધન બનાવ્યું. યો યસ્ય વિષાય તચ વિવિકત્સા થે ચિત - જેના પર ઔષધ જ ઝેરનું કામ કરે, તેની ચિકિત્સા શી રીતે કરી શકાય ? રત્નાકર પચ્ચીસીમાં કહ્યું છે
( ૮૫ )