________________
अप्पा जाणइ अप्पा जहट्टिओ। (उपदेशमाला-२३) આત્મા પોતે જ જાણે છે કે યથાસ્થિત સ્વાત્મા કેવો છે. કોઈ ગુણાનુવાદ કરે કે દોષાનુવાદ કરે, આત્માને કોઈ ફરક પડતો
નથી.
वंदितो हरिसं निंदिजंतो करिज न विसायं। न हि नमियनिंदियाणं सुगई कुगइं च बिंति जिणा॥ अप्पा सुगई साहइ सुपउत्तो दुग्गइं च दुप्पउत्तो। तुट्ठो रुट्ठो अपरो न साहगो सुगइ कुगइणं।
(પુષ્પમાતા-૨૧૩-૧૪) કોઈ વંદન કરે ત્યારે હર્ષિત ન થવું જોઈએ, અને કોઈ નિંદા કરે ત્યારે વિષાદ પણ ન પામવો જોઈએ, કારણ કે જેને વંદન કરાય એ સદ્ગતિમાં જાય છે, અને જેની નિંદા કરાય છે એ દુર્ગતિમાં જાય છે, એવું જિનેશ્વર ભગવંતો કહેતા નથી. સુપ્રયુક્ત આત્મા સદ્ગતિમાં જાય છે અને દુપ્રયુક્ત આત્મા દુર્ગતિમાં જાય છે. કોઈ પોતાના પર ખુશ થઈ જાય તો ય એ સદ્ગતિનો સાધક બનતો નથી અને નાખુશ થઈ જાય તો ય એ દુર્ગતિનો સાધક બનતો નથી.
તરવાનું છે માત્ર ને માત્ર ગુણથી, અને ડુબવાનું છે દોષથી. બીજું બધુ મૂકીને તું ગુણની પાછળ મચી પડ.
अध्येषि शास्त्रं सदसद्विचित्रालापादिभिस्ताम्यसि वा समायैः। येषां जनानामिह रञ्जनाय, મવાન્તરે તે ? મુને ! વ? ાા ૨રૂ.
( ૮૪ )