________________
સાધુ પોતાના સ્વજનાદિ રહેતા હોય તે વિસ્તારમાં ગોચરી-પાણી માટે જાય જ નહીં. તેમને ખબર પડે તે પૂર્વે જ તેમના વિસ્તારની વિરુદ્ધ દિશામાં ભિક્ષાટન કરી આવે. જૈનેતર ગ્રંથોમાં પણ કહ્યું છે
ज्ञातचरदेशं चाण्डालपाटकमिव त्यजेत् ।
જેમ કોઈ બ્રાહ્મણ ચંડાલના વાડાને દૂરથી જ છોડી દે, તેવી રીતે સાધુ પોતાના સગાં-સંબંધી, ઓળખીતા-પાળખીતાઓના વિસ્તારને છોડી દે. જો સ્વજનોના પરિચયાદિને પણ છોડી દેવાના હોય તો બીજાની તો ક્યાં વાત જ કરવી ? પણ અનાદિકાલીન કુસંસ્કારો સાધક આત્માને પણ છળી જાય છે. સ્વજનોના નામથી જ ગલગલિયા કરાવે છે. સ્વજન પ્રત્યેનો રાગ નિમિત્ત મળતાની સાથે પ્રગટ થયા વિના રહેતો નથી. ઘણા મહાત્માઓ ‘તમારા સ્વજનો આવ્યા' આ શબ્દોના સ્થાને કહેતા હોય છે- ‘તમારુ ગોળનું ગાડું આવ્યું.’ ભલું હોય તો આ સમાચાર સાંભળીને એ મહાત્મા મલકી પણ ઉઠે.
‘તમને ગુરુ મહારાજજી બોલાવે છે' આ શબ્દો સાંભળીને આનંદઉત્કંઠા-ત્વરા-ઉલ્લાસ કેટલા આવે ? અને એ ગોળના ગાડાના સમાચારથી કેટલા આવે ? એકમાં કમાવાનું છે અને બીજામાં લૂંટાવાનું છે. પણ મોહરાજા એવો દૃષ્ટિવિપર્યાસ કરી નાખે છે કે કમાણી શું છે અને લૂંટ શું છે, એનો વિવેક ભૂલાઈ જાય છે.
આ અવિવેકનું કારણ પૂર્વસ્નેહ તો છે જ. પણ તેની સાથે બીજું પણ કારણ છે. ગુરુ બોલાવીને કાંઈ કામકાજ સોંપશે, કદાચ કાંઈ સારણાવારણા કરશે. અથવા તો કાંઈ ઠપકો આપશે. જ્યારે સ્વજનો તો શાતા પૂછશે, કામકાજ પૂછશે, કાંઈ ખપ હોય તો લાભ આપો એવું કહેશે. આપણે જે કહેશું એ પૂરી જિજ્ઞાસા અને પ્રતિભાવ સાથે સાંભળશે, સાંભળીને ( ૮૨ )