________________
‘મજામાં.’ ‘ઘાટકોપર રહો છો ને ?’ ‘હા, ઘાટકોપર.’ ‘ઓપનીંગ થઈ ગયું. ચાલો તમને સેમ્પલ આપી દઉં.' માણસ ચાલવા લાગ્યો. એ ભાઈ એમની પાછળ જવા લાગ્યા. એક શટર પાસે એ માણસ ઊભો રહી ગયો, ‘દુકાન તો બંધ થઈ ગઈ.’ ત્યાં કોઈ બીજો માણસ હતો એને કહે, ‘આમને સેમ્પલ આપો.’ એણે થેલામાંથી ચાર-પાંચ ગોગલ્સ આપ્યા. હવે એ માણસ બોલ્યો, ‘તમે આને ૬૦૦૦ રૂ. આપી દો.’ ભાઈ કહે, ‘ એટલા બધા તો મારી પાસે નથી. અઢી-ત્રણ હજાર જ છે.’ ‘ચાલશે.’ રૂપિયા આપીને ભાઈ પોતાના રસ્તે પડચા. થોડી વાર પછી લાઈટ થઈ કે, ‘મેં આ શું કરી નાખ્યું ?’
કદાચ આવું જ હિપ્નોટિઝમ તારા જીવનમાં ય ડગલે ને પગલે થાય છે. ફરક એટલો જ કે ત્યાં હિપ્નોટિઝમ કરનારા લુચ્ચા હોય છે અને અહીં ભોળા હોય છે. ત્યાં બીજાને ખંખેરી લેવાના આશય સાથે તેને લૂંટી લેવાય છે. અને અહીં ભક્તિભાવથી લૂટી લેવાય છે.
સાધુ શ્લોકમાં રમે, લોકમાં નહીં. એ તો દેવ-ગુરુ અને ધર્મની આરાધનામાં એટલો બધો મગ્ન થઈ ગયો હોય, કે કોણ આવ્યું કે ગયું એ ય એને ખ્યાલ ન આવે. એના પાસે કોઈ ગૃહસ્થની નોંધ ન હોય, ડાયરીમાં પણ નહી અને મનમાં પણ નહીં. પણ દીક્ષા પહેલાના જે સંબંધો હોય તેનું શું ? જવાબ છે કે દીક્ષા સાથે જ એ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. હજી એક પ્રશ્ન બાકી રહે કે, સાધુ તો પૂર્ણવિરામ મુકી દે, પણ એ સંબંધીઓ તો ન મૂકે ને ? જવાબ છે કે, સાધુ એ સંબંધીઓનો ભેટો જ ન કરે. છતાં ય ક્યારેક વિહાર કરતાં કરતાં સાધુ પોતાના વતનમાં આવે, તો એ સંબંધીઓને પોતાના આવ્યાના સમાચાર ન મોકલાવે. આમ છતાં એક શક્યતા રહે છે કે પોતે ભિક્ષાટન કરે ત્યાં એમના ઘરોમાં એમનો ભેટો થઈ જાય. તેવું ન થાય તે માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ ફરમાવ્યુ છે કે ( ૮૧ )
ન