________________
વડો હોય, ત્યારે પડડ્યો બોલ ઝીલાતો હોય, કેટલાય માન-પાન હોય, પણ પછી ?
જીવ ત્યાં થાપ ખાઈ જાય છે, જ્યાં એ પુણ્યનો પ્રભાવ જોવાના બદલે પોતાનો પ્રભાવ જોવે છે. ભલા માણસ ! દુનિયા તો પુણ્યની પૂજારી છે. પુણ્ય છે ત્યાં સુધી તારો ભાવ પૂછશે, પુણ્ય પરવારશે એટલે કોઈ ફરકશે ય નહીં. અરે, ઓળખીતા તને ઓળખશે પણ નહીં, જાણે અજાણ્યા બની જશે. એવા લોકોની પાછળ તું તારી ગુણસાધનાને ગૌણ કેમ કરે છે ? તારા ભવિષ્યને બરબાદ કેમ કરે છે ? મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે શ્રી મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે- ‘રીઝવવો એક સાંઈ રે’ મારે તો એક માત્ર ભગવાનને રીઝવવા છે. દુનિયા સાથે મારે કાંઈ લેવા-દેવા નથી.
આત્માને-લાભ થાય એવું દુનિયા મને શું આપવાની છે ? એ તો વિચાર. અરે, દુનિયા તો તારી પાસે છે, એ ય લઈ જાય છે
दानमाननुतिवन्दनापरैर्मोदसे निकृतिरञ्जितैर्जनैः ।
न त्ववैषि सुकृतस्य चेल्लवः, જોપિ મોપિ તવ નુત્યને હિ તૈઃ ॥ ૨૧૫
તારી માયાથી ભોળવાઈને તારા પ્રત્યે રંજિત થયેલા લોકો તને જોઈએ એ વસ્તુ આપે છે. તારી સ્તુતિ કરે છે. તને વંદન કરે છે. એનાથી તું ખુશ થાય છે. પણ તને ખબર નથી, કે તારી પાસે પુણ્યનો અંશ પણ હશે, તેને તેઓ લૂંટી રહ્યા છે.
મુંબઈ-નાગદેવીમાં એક ભાઈ ઊભા હતાં. કોઈ અજાણ્યો માણસ તેમની પાસે આવ્યો. અને બોલ્યો, ‘કેમ મજામાં ?’ પેલા ભાઈએ કહ્યું ( ૮૦ )