________________
પ્રસિદ્ધ છે. પણ હજી એક વિષય બાકી રહી જાય છે જેનું નામ છે ભાવ. પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ હજી કદાચ સરળ છે. પણ છઠ્ઠી ઈન્દ્રિયમનનો વિષય છોડવો એ તો અત્યંત અત્યંત દુષ્કર છે.
सुकरं मलधारित्वं सुकरं दुस्तपं तपः। सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥ (योगसार-७६)
શરીર, મલ મલિન રાખવું હજી સહેલું છે. વસ્ત્રો મેલા-ઘેલા રાખવા એ ય સહેલું છે. ઈન્દ્રિયોનો વિરોધ કરવો, એ ય કદાચ સહેલું છે. પણ ચિત્તશુદ્ધિ કરવી એ તો ખૂબ અઘરૂ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની આસક્તિના જે ભયંકર દુષ્પરિણામો બતાવ્યા છે તે જ દુષ્પરિણામો મનના વિષયના આસક્તિના પણ બતાવ્યા છે.
કેરીનો રસ હેય લાગે છે, તેનો ત્યાગ પણ કરાય છે. પણ કદી એવું લાગે ખરું કે લોકસન્માન પણ હેય છે ? એનો પણ ત્યાગ કરવા જેવો છે ? રે.... જે ત્યાજ્ય જ ન લાગે, ઉલ્ટ ઉપાદેય લાગે એના ત્યાગનો તો વિચાર પણ ક્યાંથી આવે ? સાધક આત્માને તો આવા પણ ત્યાગ હોય* સ્વપ્રશંસા કરવાનો ત્યાગ. કોઈ પોતાની પ્રશંસા કરે એ
સાંભળવાનો પણ ત્યાગ. પોતાની ગહેલીઓ સાંભળવાનો ત્યાગ.
કોઈની (પગ દબાવવા વગેરે રૂ૫) સેવા લેવાનો ત્યાગ. * જરૂરથી વધારે વસ્તુનો ત્યાગ. * જરૂરની પણ ઊંચી વસ્તુનો ત્યાગ. * ભક્તો/ શિષ્યો કરવાનો ત્યાગ.
( ૭૮ )
*
*