________________
सन्मानाद् ब्राह्मणो नित्य-मुद्विजेत विषादिव। अमृतस्येव चाकाङ्के-दवमानस्य सर्वदा॥
(નાર૮૦ રૂ-૪૦) બ્રાહ્મણ હંમેશા સન્માનથી ઉગ પામે. સન્માનમાં એને હળાહળ ઝેરના દર્શન થાય. અપમાન એને સુધારસ જેવું લાગે. એને અપમાનની જ આકાંક્ષા હોય.
એક તો સન્માનની આકાંક્ષા રાખવી અને એ પૂરી ન થતા સન્માન પાત્રની ઈર્ષ્યા કરવી. એ ચોરી પર શિરજોરી જેવું છે.
अपुण्यमात्मानमवैषि किं न। तनोषि किं वा न हि पुण्यमेव॥
(અધ્યાતમevમ ૧૦-૧) આત્મન્ ! તું એટલું સમજી લે ને કે તારું પુણ્ય નથી. અથવા તો તું પુષ્ય જ કેમ કરતો નથી ? બીજાની ઈર્ષ્યા-નિંદા કરવામાં તું જે સમયશક્તિ વેડફે છે, અને જો પુણ્ય કરવામાં જોડી દે, તો ય તારું કામ થઈ જાય. આ તો ઈર્ષ્યા કરીને અહીં દુઃખી થાય છે. દિવસ-રાત બીજાના અપકર્ષની ચિતાથી બળી મરે છે. અને મરીને દુર્ગતિમાં જવાનો છે.
પેલી રાણી કુંતલા શોક્યો પરની ઈર્ષ્યાથી કુતરી થઈ. પેલા આચાર્ય ભગવંત, પોતાના જ શિષ્યો પરની ઈર્ષ્યાથી કાળો નાગ થયાં. હાય, ઈર્ષ્યા કરીને દુર્ગતિમાં જાય, ત્યાં પણ પૂર્વભવના અશુભ સંસ્કાર અને ભવપ્રત્યયિક મત્સરને કારણે પ્રશસ્ત તત્ત્વો પ્રત્યે ય તીવ્ર વેરાનુબંધ બંધાય, યથાશક્ય તારક તત્ત્વોની આશાતના પણ કરાય, અને અનંત સંસારભ્રમણની શરૂઆત થઈ જાય. ધૂળ પડી એ સન્માનની ભૂખમાં. લાખો ભક્તો ભેગા થઈને ય તારી દુર્ગતિ અટકાવી શકે એમ નથી. હજારો તક્તીઓ ય તારી નરકને
( ૭૬ )