________________
બુદ્ધિશાળી હોય એ લાભને ઇચ્છે કે નુકશાનને ? સન્માનથી તો સાધકને નુકશાન છે. નારદપરિવ્રાજક ઉપનિષમાં કહ્યું છે
सन्माननं परां हानिं योगः कुरुते यतः । जनेनावमतो योगी योगसिद्धिं च विन्दति ॥ ५-५५॥
સન્માન તો યોગ સમૃદ્ધિની અત્યંત હાનિ કરે છે. જેની લોકો અવગણના કરે, તે તે પરમ સિદ્ધિ પામે છે.
सुखमवमतः शेते सुखं च प्रतिबुध्यते ।
सुखं चरति लोकेऽस्मिन् अवमन्ता विनश्यति ॥
(નારવપરિ૰ રૂ-૪૧)
જેની અવગણના થાય એ મજેથી સૂઈ જાય છે અને મજેથી જાગે છે. મજેથી દુનિયામાં જ્યાં જવું હોય ત્યાં જાય છે. (આ વચનથી કોઈ એમ ન સમજીલે કે તો મહાત્માની અવગણના જ કરવી જોઇએ માટે આગળ કહે છે કે) નુક્શાન તો તેને છે કે જે મહાત્માની અવગણના કરે છે.
ભક્તો છે તો તેમને સાચવવાની ભૂતાવળ છે. ભીડ છે તો તે જતી ન રહે એનો ભય છે. અને આ ભૂતાવળ અને ભયમાં સાધના અને સુખ બંનેનું બારમુ થઈ જાય છે.
કહેનારાઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે
तथा चरेत वै योगी सतां धर्ममदूषयन् । जना यथावमन्येरन् गच्छेयुर्नैव सङ्गतिम् ॥
યોગી સદ્ધર્મને દૂષણ ન લાગે એટલી કાળજી રાખી લે. એ સિવાય તે એવી રીતે આચરણ કરે કે જેનાથી લોકો એની અવજ્ઞા કરે અને તેની સંગત કરવાનું નામ પણ ન લે.
( ૭૪ )