________________
वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय। वादाय विद्याध्ययनं च मेऽभूत्, વિશ્વયુદ્વ્રુવે હાથે સ્વમીશ !
વૈરાગ્યનો રંગ બીજાને છેતરવા માટે, ઘર્મનો ઉપદેશ લોકોને રંજિત કરવા માટે, અને વિદ્યાધ્યયન વાદ કરવા માટે... ઓ ભગવાન ! કેવી મારી આ કઢંગી સ્થિતિ! ઓ નાથ ! હું કેટલો બધો હાસ્યાસ્પદ !
ઓ મુનિ! લોકોનું મનોરંજન તો ટી.વી., વિડિયો, સિનેમા, નાટક, હાસ્યસભાઓ પણ કરે છે. તું ય એમાંનો જ એક કેમ બને છે ? શાસ્ત્રો તો આત્માનું અનુશાસન કરવા માટે અને સંસારદુઃખથી એનું રક્ષણ કરવા માટે છે.
शासनात्त्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते ।
એ શાસ્ત્રોને લોકમનોરંજનનું સાધન બનાવવું, એ પણ શાસ્ત્રોની આશાતના છે. તું ને તારા ભક્તો અને આ આશાતનાના પાપે ડુબવાના.
मोदन्ते बहुतर्कतर्कणपराः केचिजयाद्वादिनां, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः। ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिम्भरीनेव तान् ॥
(અધ્યાત્મપમ ૮-૪) કેટલાક તર્કોનો મારો કરવામાં આનંદ પામે છે. કેટલાક વાદીઓ પર વિજય મેળવીને ખુશ થાય છે. કેટલાક કલ્પિત અર્થોથી કાવ્ય બનાવે છે અને કવિ તરીકેની ખ્યાતિ મળે એટલે આનંદિત થઈ જાય છે. કેટલાક
( ૮૬ ) ,