________________
નાબૂદ કરી શકવાની નથી. આખી દુનિયા તારી પ્રશંસા-પ્રશસ્તિ ગાય તો ય તારા આત્માનું એમાં કાંઈ વળવાનું નથી. અરે, એમાં તો તારું સત્યાનાશ નીકળી જવાનું છે. સાંભળી લે આ ભયંકર ભવિષ્યવાણી
गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिप्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि। लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिર્વિના તતત્તે વિતા ન નિય: ૧૦ |
તું ગુણરહિત હોવા છતાં પણ લોકોની ભાવભરી વંદનાઓ, તેમણે કરેલી તારી પ્રશંસાઓ અને તેમણે વહોરાવેલી વસ્તુઓને આનંદિત થઈને સ્વીકારે છે. તો સમજી લે કે તારે પાડા થવું પડશે, બળદિયા થવું પડશે. ઘોડા, ગધેડા ને ઊંટ થવું પડશે. આદિથી ભારવાહક હાથી કે મજૂર વગેરેના ભાવો પણ કરવા પડશે. એના વિના લોકોની આ વંદનાઓ વગેરેનું સાટું નહી વળી શકે.
खणमित्तसुक्खा बहुकालदुक्खा। ગામડુવા નિલામહુવા (જરા ૧૪-૧૩)
ક્ષણમાત્રનું સુખ અને ઘણા કાળનું દુઃખ. સુખ સાવ થોડું અને દુઃખના ડુંગરા. ના ભાઈ ના, આ સોદો હરગીઝ કરવા જેવો નથી. વિષયસુખની ભયંકરતા શાસ્ત્રોમાં ઠેર ઠેર વર્ણવી છે. પ્રવચન આદિના માધ્યમથી શ્રાવકોને વિષયવિમુખ બનવાની પ્રેરણા કરાય છે. શ્રમણવર્ગમાં ય ઓછા-વત્તા અંશે આયંબિલ, રસત્યાગ આદિ તપસાધના દ્વારા વિષયત્યાગ કરવામાં આવે છે. પણ વિષયોના પ્રકાર કેટલા છે, એ ઘણા ઓછાને ખબર છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આ પાંચ વિષયો તો
(૭૭) .