________________
* ક્યાંય પણ પોતાનું નામ મુકવાનો ત્યાગ.
પ્રશ્ન- બીજું બધુ કદાચ છોડી શકાય. સળંગ આયંબિલ આદિ તપસ્યા પણ કરી શકાય. પણ ઉપરોક્ત ત્યાગ તો અશક્ય જ લાગે છે. ભક્તો ભેગા થઈને વંદનાદિ કરતા હોય, એમાં તો દેવલોક જેવો આનંદ આવે છે. એને શી રીતે છોડી શકાય ? તમે કહેલ ગુણસાધના જરૂર ઉપાદેય છે, પણ સ્વપ્રશંસા શ્રવણ વગેરે તો એટલું વહાલું લાગે છે કે એના ભોગે કોઈ સાધના કરવા મન તૈયાર જ થતું નથી.
ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છેगुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः, प्रगीयसे यैरपि वन्द्यसेऽय॑से। जुगुप्सितां प्रेत्यगतिं गतोऽपितैસિષ્યસે ચામિવિષ્યસેડપિ વI ૨૦
હે મુનિ! જો ગુણસાધનામાં તું કોઈ ઉદ્યમ નથી કરતો, તો આજે જેઓ તારી બિરદાવલીઓ ગાય છે. તને વંદન કરે છે. તારું પૂજન કરે છે. એ જ લોકો, જ્યારે તું જુગુપ્સિત ગતિમાં જઈશ, ત્યારે તારા પર હસશે અને તારો પરાભવ કરશે.
એક શેઠ મરીને બકરો થયાં. તેમના પુત્રે તેમના શ્રાદ્ધના દિવસે એ જ બકરાને મારીને માંસભોજન બનાવ્યું. એક કૂતરી પણ માંસની લાલચથી ત્યાં આવી. પેલાએ એક ટુકડો એના માટે નાખ્યો. કૂતરી એ ખાવા લાગી. કૂતરી એ એની માતાનો જીવ હતો. હાય, પોતાના જ શ્રાદ્ધદિન માટે પોતે જ પાયો. પત્ની, પુત્ર વગેરે પોતાનો જ પરિવાર પોતાના જ માંસની મિજબાની ઉડાવે..... પોતે કુટુંબનો
(૭૯ )