________________
धम्मो आणाइ पडिबद्धो॥३॥
ઘર્મ આજ્ઞાને બંધાયેલો છે. આજ્ઞાપાલન છે ત્યાં ધર્મ છે. ઉપદેશમાલામાં ધર્મદાસગણિ મહારાજા ચોખા શબ્દોમાં કહે છે
आणाए च्चिय चरणं तब्भंगे जाण किं न भग्गंति। आणं च अइक्कंतो कस्साएसा कुणइ सेसं ?॥५०५॥
આજ્ઞામાં જ ચારિત્ર છે અને આજ્ઞાનો ભંગ થઈ ગયો, તો શાનો ભંગ નથી થયો એ જ પ્રશ્ન છે. અર્થાત્ આજ્ઞાભંગ કરવામાં ચારિત્રનો પણ ભંગ થઈ જાય છે. જે એકાદ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એ બાકીની વસ્તુ પણ કોના આદેશથી કરે છે ? જો એ બાકીના આચારોનું પાલન જિનાજ્ઞાની પ્રતિબદ્ધતાથી કરતો હોય, તો એ પ્રતિબદ્ધતા એને કોઈ પણ આચારવિશેષમાં શિથિલ ન રહેવા દે. માટે શેષ આચારોનું પાલન પણ એ જિનાજ્ઞાની પ્રતિબદ્ધતાથી નહીં પણ સ્વછંદતાથી જ કરે છે. આમ ઉપદેશમાલાકારનો સ્પષ્ટ અભિપ્રાય છે કે સ્વેચ્છાચાર અને ચારિત્રાચાર એ બંને પરસ્પર પરિહારથી જ રહી શકે. જે સ્વેચ્છાચાર સેવે, એનામાં અન્યકાળ-વ્યવહારથી જિનાજ્ઞાપાલન દેખાતું હોય, તો ય એ વાસ્તવમાં સ્વેચ્છાચાર છે. '
માનો કે મને ગુરુદેવે બોલાવીને કહ્યું કે તમે અમુક મહાત્મા સાથે અમુક સ્થળે પર્યુષણ કરાવવા જશો ? મેં ઝડપથી વિચાર કરી લીધો.... સંઘાટક ફાવે એવા છે. ક્ષેત્ર સારું છે. ત્યાં પહોંચવું અનુકૂળ છે. બધું જામે એવું છે.... હાથ જોડીને હું બોલી ઉઠ્યો.... તહત્તિ. તો મારી આ તહત્તિ કોને? ગુરુદેવને કે મારા મનને ?
સ્વાધ્યાયની સાથે અહીં સમિતિ, ગુપ્તિ, તપ, કષાયત્યાગ, પરીષહ અને ઉપસર્ગોને સહન કરવા, શીલાંગોને ધારણ કરવા – એ અંગેની વાત
( ૧૫ )