________________
भक्त्या स्तुता अपि परे परया परेभ्यो, मुक्तिं जिनेन्द्र ! ददते न कथञ्चनापि । सिक्ताः सुधारसघटैरपि निम्बवृक्षा, विश्राणयन्ति न हि चूतफलं कदाचित् ॥ ३१ ॥
પ્રભુ ! મિથ્યાત્વીઓ પોતાના દેવોને પરમ ભક્તિથી સ્તવે, તો ય તેઓ તેમને કોઈ રીતે મુક્તિ આપી શક્તા નથી. લીમડાના વૃક્ષોને સુધારસના ધડાઓથી સિંચન કરાય તો ય તેઓ કદી આંબાના ફળ આપી શકતા નથી.
ગ્રંથકારશ્રી ‘નિર્ગુણ’ આ સંબોધનથી જ જણાવે છે કે લીમડાના વૃક્ષ પાસેથી જો આંબાનું ફળ મળી શકે, તો તારાથી તેઓ તરી શકે.
स्वयं प्रमादैर्निपतन् भवाम्बुधौ,
कथं स्वभक्तानपि तारयिष्यसि ?
प्रतारयन् स्वार्थमृजून् शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ॥ १५ ॥
અરે, તું પોતે જ તારા પ્રમાદોથી સંસારસાગરમાં ડુબી રહ્યો છે, તો તારા ભક્તોને તો શી રીતે તારીશ ? તું તારા સ્વાર્થ માટે ભોળા મોક્ષાર્થીઓને છેતરે છે, તો સ્વતઃ અને પરતઃ આ બંને રીતે તું પાપથી ગ્રસ્ત થાય છે.
જે સ્વયં નિરાધાર હોય એ બીજાનો આધાર શી રીતે બની શકે ? લોઢાની નાવ બીજાને શી રીતે તારી શકે ? તારી વાસ્તવિકતા તો એવી છે કે તું ડુબી રહ્યો છે. તરવાની આશાથી જેમણે તારા પગ પકડચા છે, એ ય ડુબી રહ્યા છે અને તેમના કારણે તું વધુ ડુબી રહ્યો છે. એક તો ( ૬૦ )