________________
‘આમાં પણ આશ્ચર્યની કોઈ વાત નથી. કારણ કે અભ્યાસને બધુ સુકર છે.”
ચિત્રકાર એક-એક રંગનું મિશ્રણ એટલા જ માપમાં બનાવે કે ચિત્ર પૂરું થતા એ જરા પણ વધે કે ઘટે નહીં. કુંભાર ચાકડા પર એટલી જ માટી ગોઠવે છે કે જે માટલુ બનાવવામાં બરાબર માપસર થઈ રહે. ટાઈપરાઈટર કાગળ વાંચવાની સાથે સાથે જ ધડાધડ ટાઈપ કરે છે. આ બધો અભ્યાસનો પ્રભાવ છે.
વર્ષોનો ચારિત્ર પર્યાય પસાર થયા પછી એના અભ્યાસનો પણ પ્રભાવ હોય છે. એક આચાર્ય ભગવંત ચાલે એટલે સહજરૂપે એમની નજર નીચી ઢળી જાય. એ હતો ઈર્યાસમિતિના અભ્યાસનો પ્રભાવ. એક આચાર્ય ભગવંત બેભાન થઈ ગયા. એમને ભાનમાં લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. પાસે રહેલા શ્રાવક ચિંતિત થઈ ગયાં. આચાર્ય ભગવંત થોડા ભાનમાં આવ્યા, મુહપત્તિના ઉપયોગ સાથે તેમણે કહ્યું, ‘ચિંતા ન કરો, મને સારું છે. આ હતો ભાષાસમિતિના અભ્યાસનો પ્રભાવ. એક મહાત્માને મોટી બીમારી થઈ. ડોક્ટરે આગ્રહપૂર્વક શીરો લેવા સૂચન કર્યું. મહાત્માએ આંબેલખાતાની ભૂલીમાં ઘી-સાકર નાખીને વાપરી લીધા. આને કહેવાય એષણાસમિતિની પરિણતિ. એક આચાર્ય ભગવંત શાસનના કાર્ય અંગેની કોઈ મિટીંગમાં બેઠા હતાં. અચાનક તેમને ખંજવાળ આવી. સહજપણે એક હાથેથી મુહપત્તિ વડે તે સ્થાને પૂછ્યું અને બીજા હાથેથી ખંજવાળ્યું. ત્યાં બેઠેલા શ્રાવક આશ્ચર્યચકિત થઈ ગયા. આને કહેવાય આદાન સમિતિની સિદ્ધિ. એ જ આચાર્ય ભગવંતે એક વાર રાતે ઉપાશ્રયની એક બાજુમાં રહેલ ધૂળમાં શ્લેષ્મ પરઠવ્યું. એક મહાત્માએ કહ્યું, મને લાભ આપવો તો ને ? વળી આપે સાંજે વસતિ ક્યાં જોઈ હતી ? આપને દોષ લાગશે ને ? આચાર્યશ્રીએ કહ્યું, “ના, સાંજે દહેરાસર જતી વખતે મેં વસતિ
( ૬૫ )