________________
થઈ ગયા. છગને મગનને કહ્યું, ‘અલ્યા, તું તો દેખાતો જ નથી, તને મેં સો રૂપિયા આપ્યા હતા, યાદ છે ને ?' મગને જવાબ આપ્યો, ‘યાદ છે, અને જીવીશ ત્યાં સુધી યાદ રાખીશ.’
દેવાદાર સજ્જન કદી હસી ન શકે. કદી મોજ-શોખ ન કરી શકે. કદી ઊંચુ ન જોઈ શકે. કદી ઊંચી ગુણવત્તાની વસ્તુ ન વાપરી શકે. અરે, એનો દીકરો ઈન્શર્ટ કરીને ઘરના બહાર નીકળતો હોય, તો એ ઈન્શર્ટ પણ કઢાવી દે.
એક ગણિત મગજમાં ફીટ કરી દેવા જેવું છે. કે જો યથાશક્તિ સાધના નથી તો પ્રતિક્ષણ મારા પર દેવું ચડી રહ્યું છે. હું મારી જાતને એક અક્ષમ્ય અપરાધી બનાવી રહ્યો છું. હું નિંદાસ્પદ અને લજ્જાસ્પદ બની રહ્યો છું. આ ગણિત તપ-સંયમમાં પરાક્રમ કરાવ્યા વિના ન રહે. કદાચ પરાક્રમમાં વિલંબ થાય, ત્યાં સુધી આત્મનિંદા-ગર્હા અને લધુતાની અનુભૂતિ તો અવશ્ય થાય. જો પરાક્રમ પણ ન હોય અને લધુતાની અનુભૂતિ પણ ન હોય, ઉલ્ટુ અહંકાર હોય તો એ ખૂબ જ દયનીય દશા છે. કોઈ માણસ કરોડોની પ્રોપર્ટી ગુમાવી દે. એનો પરિવાર કોઈ હોનારતમાં ખપી જાય, એને કેન્સર જેવો અસાધ્ય રોગ થઈ જાય. આ બધા દુ:ખોથી એ પાગલ થઈ જાય, અને પોતાને દુનિયાનો શહેનશાહ માનીને કોલર ટાઈટ કરીને ફરે, અભિમાનથી અક્કડ બની જાય. તો શિષ્ટોની દૃષ્ટિમાં એ કેટલો દયાપાત્ર બને ? ગ્રંથકારશ્રી કદાચ આના કરતા ય વધુ દયનીયતાના દર્શન કરાવી રહ્યા છે
न काsपि सिद्धिर्न च तेऽतिशायि,
મુને ! યિાયો તપઃ શ્રુતાવિ तथाऽप्यहङ्कारकदर्थितस्त्वं,
ख्यातीच्छया ताम्यसि धिङ्मुधा किम् ? ॥ १७॥ ( ૬૩ )