________________
જોઈ લીધી હતી અને એ જ જગ્યાએ પરઠવ્યું હતું. પારિષ્ઠા, સમિતિની અણિશુદ્ધતાને જોઈને શિષ્યનું હૃદય ઝૂકી ગયું.
ભૂતકાળમાં ચોરો પણ એક દેશના સાંભળીને દીક્ષા લઈ લેતા. એમને શું જ્ઞાન હોય ? કદાચ નવકાર પણ ન આવડતો હોય તો એ દીક્ષા કેવી રીતે પાળે ? શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ મુનિ હોય એને જઘન્ય શ્રુત હોય અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન. ચોરોને પણ આ જ્ઞાન આપીને દીક્ષા અપાય. દીક્ષાના પ્રથમ દિવસથી એ જ્ઞાન સક્રિય બને, એનો અભ્યાસ થતો જાય અને એની સાધના સહજ બનતી જાય. જો આ સહજતા ન આવે તો પર્યાય પણ કલંક બની જાય.
ગ્રંથકારશ્રી જાણે ઉલટતપાસ લેતા હોય એ રીતે કહે છે કે તારી પાસે આવી કોઈ ક્રિયાની સિદ્ધિ છે ખરી ? અષ્ટપ્રવચનમાતાના પાલનની સહજતા તારામાં કેટલે અંશે ? અરે, સાધનામાં જ ખોટ છે, તો સહજતાની ક્યાં વાત કરવી ? સહજ તો છે અનાદિકાળનો અપ્રશસ્ત અભ્યાસ. સહજ છે વગર મુહપત્તિએ સાવધવચન બોલી જવું. સહજ તો છે ભાવતા-ફાવતા ખાતર એષણાસમિતિની ઐસી કી તૈસી કરવી. સહજ તો છે પ્રમાર્જન યાદ પણ ન આવવું. સહજ તો છે પારિષ્ઠાપનિકા સમિતિ કરતાં અનુકૂળતાને પ્રધાનતા આપવી.
સહજ રીતે મન એકાગ્ર બને છે કે સહજ રીતે મન ભટકતું રહે છે ? વાતોનો રસ વધુ છે કે શાસ્ત્રોના પરાવર્તનોનો રસ વધુ છે જે શરીરને ચંચળતા વધુ ફાવે છે કે સંલીનતા વધુ ફાવે છે ? હાય, સાધુપણાની જે જઘન્યસિદ્ધિ કહેવાય, શ્રમણ તરીકેની જે મિનિમમ પાત્રતા કહેવાય, એ પણ કેટલી ? તપની સિદ્ધિ પણ કેટલી ? એક મહાત્મા માટે કહેવાતું હતું કે
(૬૬ )