________________
‘સૂરજ પશ્ચિમમાં ઉગે પણ એ એકાસણું ન છોડે.’ આવું કોઈ તારા માટે કહી શકે ખરું ? એક એંસી વર્ષના મહાત્મા રોજ એકાસણું કરે. બપોરે બે વાગે ગોચરી જાય અને બધું ભેગું (એક જ પાત્રમાં) વહોરે. એક સાધ્વીજી ભગવંતને એકવીશમા ઉપવાસે ભાવના થઈ કે શંખેશ્વર દાદાના દર્શન કરીને પારણું કરવું. . નવસારીથી વિહાર ચાલુ કર્યો. બાવીસમો ઉપવાસ...ત્રેવીસમો...ચોવીસમો....ઉપવાસો કરતા જવાનું અને ચાલતા જવાનું. બેતાલીસમાં ઉપવાસે શંખેશ્વર પહોંચ્યા. છેલ્લો અટ્કમ કરીને બપોરે બાર વાગે આંબેલથી પારણું કર્યું. ૪૯ ઉપવાસની બીજી વિશેષતા એ હતી કે એના અત્તરવારણાના દિવસે સળંગ ૧૦૦ મુ આંબેલ હતું. ૪૬ ઉપવાસ ઉપર એ સાધ્વીજી ભગવંતે ૨૬ આંબેલ કર્યા. તેના ઉપર માસક્ષમણ કર્યું. જેનું પારણું અખાત્રીજે કર્યુ. અર્થાત્ એ માસક્ષમણ ચૈત્રવૈશાખની કાળઝાળ ગરમીમાં કર્યું હતું. આને કહેવાય તપની સિદ્ધિ.
અરે, શ્રીસંઘમાં પણ ચાર વર્ષના બાળકથી માંડીને એકસો ચાર વર્ષના માજી પણ કેવી કેવી તપસ્યાઓ કરી રહ્યા છે. ચોવિહાર છટ્ઠ કરીને સાત જાત્રા કરવાથી માંડીને એકસો આઠ ઉપવાસ સુધીની ઘોર સાધના કરનારા કેટકેટલા પુણ્યાત્માઓ તારી આજુ બાજુમાં જ ડગલેને પગલે દેખાઈ રહ્યા છે. આવી કોઈ તપની સિદ્ધિ પણ તારી પાસે છે ખરી ?
શ્રુતની સિદ્ધિ પણ કેટલી ? અનુયોગદ્દાર સૂત્રમાં શિક્ષિત, જિત, નામસમ વગેરેનું જે નિરૂપણ કર્યું છે, એ વિશેષતા આવશ્યકસૂત્રમાં પણ ખરી ? ક્રમ-ઉત્ક્રમથી કેટલા સૂત્રો ચાલે ? ધન્ય છે એ મહાત્માઓને કે જેમને સમગ્ર દ્વાદશાંગી નામસમ હતી. અર્થાત્ પોતાના નામની જેમ સમગ્ર દ્વાદશાંગી જેમને આત્મસાત્ થઈ હતી. નંદીસૂત્રના અનુસારે- ‘સે ગયા સે વિન્નાયા’- આ રીતે જેમના પ્રત્યેક આત્મપ્રદેશમાં દ્વાદશાંગી પરિણત ( ૬૭ )