________________
આ જ વાત પ્રસિદ્ધિની બાબતમાં ય સમજી લેવી જોઈએ. આપણુ પુણ્ય કેવું છે એ તો આપણે પોતે જ જાણીએ છીએ. પણ જેઓ પ્રચંડ પુણ્યશાળી હતા, એવા ચક્રવર્તઓની પણ પ્રસિદ્ધિ ક્યાં ટકી છે. ભરતચક્રવર્તી જ્યારે ઋષભકૂટ પર પોતાનું નામ લખવા ગયા, ત્યારે તેમની આંખોમાં બે વાર આંસુ આવી ગયા. એક તો ૬૦૦૦૦ વર્ષના યુદ્ધો દ્વારા દિગ્વિજય ર્યા પછી પણ પોતાનું નામ લખવાની પણ જગ્યા ન મળી ત્યારે. અને બીજી વાર હું જેમ કો'કનું નામ ભૂસું છું, એમ મારું પણ નામ ભુસાશે આ વિચાર આવ્યો ત્યારે.
અરે, તીર્થંકરો તો સર્વોત્કૃષ્ટ ગુણવાન અને સર્વોત્કૃષ્ટ પુણ્યના સ્વામિ હોય છે. તો ય ત્રણ ચોવીસી (અતીત, અનાગત, વર્તમાન) સિવાય તેમના નામો પણ ક્યાં મળે છે ? અને જે નામ મળે છે એ પણ ગણ્યા ગાયા જણ સિવાય કોણ જાણે છે. અને જે જાણે છે, તેમનામાંથી ય કેટલાને યાદ છે ? તો પછી એમની અપેક્ષાએ તદ્દન નિર્ગુણ અને નિપુણ્ય એવા તને પ્રસિદ્ધિની ઇચ્છા કેમ થાય છે ?
ગૃહસ્થો પસીનાની કમાઈમાંથી પૈસો-પૈસો બચાવીને જે બચત કરે, તેમાંથી દાન કરીને એક સદ્ગુહસ્થ” એવું નામ આપતા હોય છે. આરાધના ભવનોના નામોનો અભ્યાસ કરીએ તો કદાચ પરિણામ એ નીકળે કે મોટા ભાગના નામોમાં મહાત્માઓના નામો મુકાયેલા હોય. ગૃહસ્થો લાખો-કરોડો રૂપિયાના દાન કરીને પણ પોતાના નામોને હાઈલાઈટ કરવાનો મોહ છોડી શકે છે. આવા કામો તો દેવ-ગુરુની કૃપાથી જ થઈ શકે છે આવું સહજતાથી કહેવા દ્વારા બધો યશ દેવ-ગુરુને આપી શકે છે. તો તું તો એમના કરતા ગુણાત્મક દૃષ્ટિએ ઘણો ઊંચે કહેવાય. ગૃહસ્થો જેમ “એક સગૃહસ્થ” આવું લખાવી શકે છે, એમ તું ક્યાંય “એક સાધુ/સુસાધુ લખાવી શક્યો છે ખરો ?
( ૭૧ )