________________
ચુસ્તતાની ટેક, તો ય તને અહંકાર શાનો થાય છે ? અડતા તારો પીછો કેમ છોડતી નથી ? અરે, તારે તો શરમાવવાની જરૂર છે, નીચું જોવાની જરૂર છે- તું જેની માટે અભિમાન કરી શકે એવું તારી પાસે છે શું ?
રત્નાકર પચ્ચીસીમાં કહ્યું છેअङ्गं न चङ्गं न गणो गुणानां, न निर्मलः कोऽपि कलाविलासः। स्फुरत्प्रभा न प्रभुता च कापि, तथाप्यहङ्कारकदर्थितोऽहम् ॥ १५॥ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કલા તણી દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ! અભિમાનથી અ% ફરું, ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરું.
આ સ્થિતિમાં તેને પ્રસિદ્ધિની ઈચ્છા કેમ થાય છે જે નિર્ગુણ અપરાધી ગુસતા ઇચ્છે કે પ્રસિદ્ધિ ઇચ્છે? અરે, જે સગુણ છે એ ય ગુપ્તતાને જે ઈચ્છે છે. એક સમજ એમને આત્મસાત્ થઈ હોય છે. પ્રતિષ્ઠા શ્રીવિષ્કાસTI - પ્રતિષ્ઠા-યશ-કીર્તિ-પ્રસિદ્ધિ તો ભૂંડણની વિષ્ટા સમાન છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે
गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया। गुणैरेवासि पूर्णश्चेत् कृतमात्मप्रशंसया॥ १८-१॥
જો તું ગુણોથી પૂર્ણ નથી તો આત્મપ્રશંસા કરવાથી કોઈ ફાયદો નથી અને જો તું ગુણોથી પૂર્ણ જ છે, તો તારે આત્મપ્રશંસા કરવાની કોઈ જરૂર નથી.
( ૭૦ )