________________
થઈને બેસી જાય અને તેમની પ્રવચન કુશળતા પર આફરીન પોકારી જાય. અરે, એક-એક દેશનાથી સો-બસો-પાંચસો-હજાર રાજકુમારોને પ્રતિબોધ કરીને પ્રવ્રજ્યા પ્રદાન કરનારા દેશનાકારો પણ ક્યાં ઓછા હતાં. આજે ચાર મહિના ગળા ફાડ્યા પછી એક કાંકરી ય ખરતી નથી. પૂર્વના મહાપુરુષો સામ્રાજ્યને છોડાવી દેતા હતા, આજે ઝૂંપડું ય છોડાવી શકાતું નથી, તો એને પ્રવચનની સિદ્ધિ પણ શી રીતે કહી શકાય ? જો વિરતિના ક્ષેત્રે કોઈ પ્રગતિ ન હોય. તો એ તેજી નહીં પણ ફગાવો છે. કોઈ પ્રોફેશનલ વક્તા, હાસ્ય કલાકાર વગેરે પણ સભા તો ભેગી કરી જ શકે છે. માટે સભામાત્રને સિદ્ધિનું માપદંડ ન બનાવી શકાય. - સિદ્ધિની વાત તો જવા દો, કોઈ નાનામાં નાના યોગની પણ તારી પાસે ટેક ખરી ? એક આચાર્ય ભગવંત લકવાગ્રસ્ત સ્થિતિમાં હેમરેજના જોખમ સાથે ય ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં હતા. આખી જિંદગીમાં તેમણે કદી બેઠા બેઠા પ્રતિક્રમણ ક્યું હશે ખરું ? એક આચાર્ય ભગવંતે વર્ધમાનતપની સો ઓળી ઠામ ચોવિયારથી કરી હતી. એક આચાર્ય ભગવંતને મિષ્ટાન્ન-ત્યાગનો અભિગ્રહ હતો. કોઈ ગામમાં જમણવારમાં બે જ દ્રવ્ય હતાં લાડુ અને દાળ. આચાર્યશ્રીએ માત્ર દાળ વાપરીને એકાસણુ કરી લીધું. પણ અભિગ્રહમાં અપવાદનો વિચાર સુદ્ધા ન કર્યો. કેટલાય મહાત્માઓ પડિલેહણ, દહેરાસર, વિહાર અજવાળે જ કરતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તેઓ આમાં બાંધછોડ કરતાં નથી. કેટલાક મહાત્માઓ નિર્દોષ પાણીની ટેક આ કાળમાં ય જાળવે છે. કેટલાય મહાત્માઓ સાબુ કે પાઉડરની પણ સંનિધિ રાખતા નથી. આવી તો અનેક પ્રકારની આચાર ચુસ્તતા સાથે તેમને એવી લાગણી બંધાઈ ગઈ હોય છે કે, ‘મરી જઈએ, પણ આમાં કોઈ છૂટ-છાટનો વિચાર ન કરીએ.' નથી તારી પાસે કોઈ લબ્ધિ, નથી કોઈ સિદ્ધિ, નથી તો આચાર
(૬૯)