________________
ઓ મુનિ ! ક્રિયા, યોગ, તપ, મૃત વગેરે કોઈ ક્ષેત્રમાં તારી પાસે કોઈ અતિશાયિ સિદ્ધિ નથી. તો ય તું અહંકારથી કદર્શિત કેમ છે? યશ-કીર્તિની ઈચ્છાથી ફોગટ ખિન્ન કેમ. થાય છે?
એક હતો ચોર. રોજ ક્યાંક ને ક્યાંક ખાતર પાડે. એક વાર એને કાંઈ નવા-જુની કરવાનું મન થયું. એણે કમળના આકારનું ખાતર પાડ્યું. ખાતર પાડવું તો એને મન ડાબા હાથનો ખેલ હતો. એમાં નવું તો કમળનો આકાર આપવાનું જ કરવાનું હતું. ચોરને તો મજા પડી ગઈ. સવારે લોકો એ જગ્યાએ ભેગા થઈ ગયાં. બધા ચોરની પ્રશંસા કરવા લાગ્યા. ‘ભાઈ આ ચોર તો કલાકાર હશે હોં..' ઘણા ચોરોની ઘણી કરામત જોઈ પણ આવી કરામત તો જિંદગીમાં ક્યાંય જોઈ નથી.....” “અદ્ભુત...કેવું કમળના આકારનું ખાતર.....'
લોકોનો અભિપ્રાય જાણવા માટે ચોર પણ ત્યાં આવ્યો હતો. પોતાની પ્રશંસા સાંભળીને મનોમન મલકાતો હતો. એવામાં કોઈ માણસ બોલ્યો, “આમાં શું, અભ્યાસથી તો બધું સરળ છે. થોડી વારમાં ટોળું વખેરાયું. ચોરે એ માણસનો પીછો પકડ્યો. એકાંત મળતા એને ધમકાવી નાખ્યો, ‘આટલી ઉંચી કળાની તને કાંઈ કિંમત નથી.પેલો માણસ કહે, ‘અભ્યાસથી કોઈ પણ વિષયમાં કુશળતા આવે, તને વિશ્વાસ ન હોય, તો ચાલ મારી સાથે.” એ માણસ ખેડૂત હતો. ચોરને પોતાની સાથે ખેતરમાં લઈ ગયો. વાવણીનો સમય હતો. એક મૂઠીમાં ધાન્ય લઈને એણે કહ્યું, ‘ચારે દિશામાં તું કહે એટલા દાણા નાખું.” ચોરે કહ્યું, ‘સામે ૧૭ દાણા, જમણી બાજુ રૂ૭ દાણા, પાછળ ૨૪ દાણા અને ડાબી બાજુ ૪૩ દાણા. ખેડૂતે જોરથી હાથ ફરાવ્યો અને કહ્યું, ‘ગણી લે.’ ચોરે ગણ્યા, આશ્ચર્યચકિત થઈ ગયો. ચારે દિશામાં એટલા જ દાણા હતાં. ખેડૂતે કહ્યું,
( ૬૪ )