________________
બનાવીને પહેરી લે. બાકીના વસ્ત્રોનો ત્યાગ કર. રાજાએ એ વાતનો પણ અમલ કર્યો. પછી ગુરુએ કહ્યું કે હવે તારી રાણી પિંગલા પાસે જઈને કહે કે, “મૈયા ભિક્ષા ધો.' અને કમાલ, રાજાએ તેનો પણ અમલ ર્યો. ગુરુએ રાજાને સહર્ષ સંન્યાસ આપ્યો.
સુપાત્ર ખાનદાન વ્યક્તિ જિનાજ્ઞા ખાતર યાચના પરીષહને જીતી લે એ વસ્તુ અલગ છે અને અપાત્ર નિર્લજજ વ્યક્તિ પોતાની સુખાકારિતા ખાતર યાચનાને પરીષહ જ ન માને એ વસ્તુ અલગ છે. ગ્રંથકારશ્રી આ જ મુદ્દાને લઈને હૃદયવેધક વાગ્માણો ચલાવે છે. જે ઉપાશ્રયમાં તું બેઠો છે એનું ભાડું પણ કેટલું થાય ? એક દિવસનું તારું ભોજન સામાન્ય માણસ પૈસાથી મેળવવા જાય તો એ કેટલાનું થાય ? તારી સ્ટેશનરી, પુસ્તકો, દવાઓ, વસ્ત્રો વગેરેનું મૂલ્ય કેટલું ? મારા ભાઈ ! આ બધું લેવાની પરમાત્માએ અનુજ્ઞા આપી છે, કબૂલ, આ બધા માટે હવે તારે કામધંધો ન જ કરવાનો હોય, કબૂલ, આ વસ્તુઓ તું કોઈ પાસેથી ઝૂંટવીને નથી લેતો, કબૂલ, પણ આ વસ્તુઓને સ્વીકારવાની પાત્રતા તારામાં છે ખરી ? સાધુનો એક પર્યાય છે તપોધન. તપ એ જ જેનું સર્વસ્વ છે એનું નામ તપોધન. તપ એ ધર્મનું ઉપલક્ષણ છે. તું યથાશક્તિ સર્વવિરતિ ધર્મની આરાધના કરતો હોય, તો આ બધું લેવા માટે તું સુપાત્ર છે. પણ પ્રમાદોથી એ આરાધના તારી પાસે છે નહીં અને સામગ્રીઓના ખડકલા તું સ્વીકારતો જ જાય છે. રોજે રોજ ગોચરી, પાણી, વસતિ, ઉપધિ વગેરેનો ભોગવટો કરતો જ જાય છે. રોજે રોજનો બધો હિસાબ કરે તો આ આંકડો લાખોને ય વટાવી જાય. એનું વ્યાજ... એના વ્યાજનું ય વ્યાજ.. ઓ આત્મન્ ! આ દેવાના ડુંગરાઓની નીચે તું દબાયેલો છે. ખરેખર, પરલોકમાં તારું થશે શું? બે મિત્રો હતા, છગન અને મગન. એક વાર બંને રસ્તામાં ભેગા
( ૬ ૨ )