________________
તારું પોતાનું પ્રમાદોનું પાપ, બીજા નંબરમાં ભોળા મોક્ષાર્થીઓને છેતરવાનું પાપ. આ બંને પાપ બંને બાજુથી તારો કોળિયો કરી રહ્યા છે.
गृह्णासि शय्याहृतिपुस्तकोपधीन्,
सदा परेभ्यस्तपसस्त्वियं स्थितिः । तत्ते प्रमादाद्भरितात्प्रतिग्रहैः, ऋणार्णमग्नस्य परत्र का गतिः ? ॥ १६॥
તું હંમેશા ગૃહસ્થો પાસેથી વસતિ, આહાર, પુસ્તકો અને ઉપઘિ લે છે. પણ આ સ્થિતિ તો તપસ્વીની છે. તો પછી મફતનું લઈ લઈને ભારે થયેલા એવા પ્રમાદથી અધધધ દેવાથી દબાયેલા તારી પરલોકમાં શું દશા થશે ?
ઉત્તરાધ્યયનસૂત્રમાં યાચના પરીષહના વર્ણનમાં કહ્યું છેसव्वं से जाइयं होइ णत्थि किंचि अजाइयं ।__
સાધુની A to Z બધી વસ્તુ યાચિત જ હોય છે. કાંઈ પણ અયાચિત હોતું નથી. ગૃહસ્થજીવનમાં જેણે કદી કોઈ પાસે હાથ લંબાવ્યો નથી, કદી મફતનું ખાધું નથી. એને સંયમજીવનમાં યાચના કરવામાં લજ્જા આવે, તેથી તેની લજ્જા દૂર કરવા માટે આ વચનથી તેને પ્રતિબોધ કરાય છે કે સાધુની તો જીવિકા જ યાચના છે. હરિકેશી મુનિ ભિક્ષાચર્યા કરવા જાય છે ત્યારે કહે છે- નાળાદિ મેં નાયણનીવિૐ ત્તિ । - હું તો યાચનાજીવી છું. યાચના પર જ મારું જીવન નભે છે.
રાજા ભર્તૃહરિ ગુરુ પાસે સંન્યાસની માંગણી કરે છે. ગુરુ એની પાત્રતાની કડક પરીક્ષા કરે છે. ગુરુએ કહ્યું કે તું પેલા ઉકરડામાંથી કપડાંના ચીંથરાઓ વીણી લાવ. રાજા વીણી લાવ્યો. પછી કહ્યું કે હવે એની લંગોટ ( ૬૧ )