________________
એક અજૈન ભાઈ, આખું ચાતુર્માસ પ્રવચનનો લાભ લીધો. વિહાર પછી બે-ત્રણ મુકામ આગળ મળવા આવ્યા. એ પણ રસ્તા અને વાહનની હાડમારીઓ સહન કરીને. મારી પાસે માંડ પંદર સેકંડ બેઠા હશે. “આપના દર્શન કરવા માટે જ આવ્યો છું. આપ આબુ જશો, ત્યાં પણ હું આવીશ.” આટલું કહી નમસ્કાર કરી એ ભાઈ નીકળી ગયાં.
મને વિચાર આવ્યો કે વ્યવહારિક અનેક જવાબદારીઓ વચ્ચે ય એ ભાઈ પંદર સેકંડના મારા દર્શન માટે આટઆટલી હાડમારીઓ વેઠીને દોડી આવે એવી મારામાં પાત્રતા છે ખરી ? મારા દર્શનથી એને શું મળ્યું ? એની દૃષ્ટિમાં હું જ છું, એવો હું ખરેખર છું ખરો ? પ્રવચન પછી મારા કરતા બમણી કે ત્રણ ગણી ઉંમરના પણ જૈન-જૈનેતર ભાઈઓ જે ભક્તિભાવથી વંદન કરતા હતાં. એ જોઈને હું કફોડી સ્થિતિમાં મુકાઈ જતો હતો. એ લોકોએ માની લીધું હતું કે હું જાણે ભગવાન જ છું.
આ મારા એક્લાની વાત નથી. આપણે બધા ગૃહસ્થવર્ગની આવી ભાવભીની ભક્તિને ઝીલી રહ્યા છીએ. આપણી પાત્રતાની બાબતમાં આપણે શંકિત હોઈએ, તો ય ગૃહસ્થો તો તરી જ જવાના, એ બાબતમાં આપણે કદાચ નિઃશંક છીએ. આવશ્યકનિર્યુક્તિમાં એક પૂર્વપક્ષ છે. ત્રિમાં તુ પૂયયામિ - હું તો લિંગની પૂજા કરું છું. સાધુ વેષ જોઈને ભક્તિ કરું છું. ચારિત્ર છે કે નહીં, એ મને શી રીતે ખબર પડે ? શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામિ મહારાજે આ પૂર્વપક્ષનું ય નિરાકરણ કર્યું છે.
ભવસાગર તરવા માટે જે સુપાત્રની અપેક્ષા ન હોય, માત્ર ભક્તિભાવથી જ તરી જવાતું હોત, તો મિથ્યાત્વીઓ પણ કેમ ન કરી જાય ? કુમારપાળે પરમાત્માની સ્તુતિ કરતાં કહ્યું છે
(૫૯)