________________
મનાતુર: - ભેંસ બચ્ચાને જન્મ આપવાની તૈયારીમાં છે, પ્રસૂતિની ભયાનક પીડાથી પીડિત છે. અને એ સમયે પાડો કામવિહવળ બન્યો છે. આ ન્યાય ત્યાં લગાડવામાં આવે છે, જ્યાં અતિ દુઃખી જીવ પાસેથી પણ કોઈ પોતાનો સ્વાર્થ સાધી લેવા ઈચ્છતો હોય.
શાસ્ત્રો કહે છે કે સાધુ કીડીની તો દયા કરે, સ્થડિલભૂમિએ જતાં કૃમિજીવોની પણ હત્યા કરે. શક્ય હોય તો છાયામાં બેસે, અન્યથા આડશ કરે, છેવટે પોતે છાયો આપવા ઊભો રહે. અરે, લવણ, સચિત્ત જળ વગેરે એકેન્દ્રિય જીવોને ય જરાય પીડા ન થાય એવી તે યતના કરે. શું એ જ સાધુ મહિષી.’ ન્યાયનું ઉદાહરણ બની શકે ખરો? આત્મનિરીક્ષણ કરીએ કે મારામાં કોઈ એવી વૃત્તિ પ્રવૃત્તિ તો નથી ને કે જેનાથી હું આવી નિમ્ન કક્ષામાં મુકાઈ જાઉં. વળી જેની રુએ ગૃહસ્થો અભીષ્ટ દાન આપે છે એ ચારિત્રની યતના તો તારામાં છે નહીં. તો પછી તારું શું થશે ?
પ્રશ્ન- ગૃહસ્થોની ભક્તિ લેવાથી તેમને તો લાભ જ થવાનો છે. અને તેમને જે લાભ થાય તેનું ફળ મને પણ મળશે જ ને ?
ગ્રંથકારશ્રી એનો જ ઉત્તર આપી રહ્યા છેआराधितो वा गुणवान् स्वयं तरन्, भवाब्धिमस्मानपि तारयिष्यति। श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, નં તવૈષi ૪ મિતિ? નિr !! ૧૪
આ મહાત્મા પોતે તો ભવસાગરને તરી જ રહ્યા છે. એમની આરાધના કરવાથી એ અમને પણ તારી દેશે.’ આમાં માનીને જેઓ અત્યંત ભક્તિથી તારો આશ્રય કરે છે, ઓ નિર્ગુણ ! તને શું ફળ મળશે અને એમને શું ફળ મળશે?
( ૫૮ )