________________
ઝીલી લે છે. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય છે. પણ બધાનું ફળ તો તને ભવાંતરમાં મળશે.
आजीविकादिविविधार्त्तिभृशानिशार्ताः, कृच्छ्रेण केऽपि महतैव सृजन्तिधर्मान् । तेभ्योऽपि निर्दय ! जिघृक्षसि सर्वमिष्टं, નો સંયમે રા યતિરે વિતા ઋથે હી? ૧રૂ.
કેટલાય ગૃહસ્થો આજીવિકા વગેરેના વિવિધ દુઃખોથી હંમેશા અત્યંત દુખી છે. આમ છતાં ય તેઓ કેટલાય કષ્યને વેઠીને ધર્મની આરાધના કરતાં હોય છે. ઓ નિર્દય ! તેમની પાસેથી પણ તું તારી સર્વ અભીષ્ટ વસ્તુઓ મેળવવા માંગે છે અને ચારિત્રમાં તો તારે કોઈ યતના કરવી નથી. તો તારું શું થશે?
છેલ્લું ચાતુર્માસ વિરમગામમાં કર્યું. ગામમાં ૨૪ સાધુ ભગવંતો અને ૭ સાધ્વીજી ભગવંતોનું ચાતુર્માસ હતું. સ્થાનકવાસી, પાર્ધચંદ્રગચ્છ અલગ. ઘરોમાં ગોચરી જઈએ અને સ્થિતિ જોઈને અમે ગળગળા થઈ જઈએ. છતાં પણ એમના ભાવ કેટલા ઊંચા ! ત્રણ ટાઈમ લાભ મળે એવી ઝંખના.. બે-ત્રણ દિવસથી કોઈ મહાત્મા ન આવ્યા હોય તો અમારા પર ફરિયાદોની વણઝાર વરસી જાય. બે હજારના પગારવાળા વ્યક્તિ કઈ રીતે ઘર ચલાવતા હશે? કઈ રીતે દૂધ-શાક-અનાજની સગવડ કરતા હશે ? કઈ રીતે દીકરાઓના ફુલ-ટ્યુશનોની ફી ભરતા હશે ? કઈ રીતે માંદગીમાં દવા કરતા હશે ? કપડાંલત્તા-મકાન ભાડા-પાણી-વીજળીના બીલ-અમદાવાદની અપ-ડાઉનના ગાડી ભાડા.... આ તો અધુરુ લિસ્ટ છે. પૂરું લિસ્ટ તો એ ગૃહસ્થો જ જાણતા હશે. પણ આટઆટલી હાડમારી વચ્ચે પણ એ બે હજારના પગારવાળા વ્યક્તિ અમને આગ્રહ સાથે વિનંતિ
( ૧૬ ).