________________
મહિનાની કાળઝાળ ગરમીમાં મજૂરો કામ કરતા હતાં. પરસેવે રેબઝેબ તેમના શરીર હતાં.
મને આ જોઇને વિચાર આવ્યો કે આખી દુનિયા મજૂરી કરીને પેટ ભરે છે. પછી એ મજૂરી નીચી કક્ષાની છે કે ઉંચી કક્ષાની એ વાત અલગ છે. કોઈ જાતની મજૂરી કે લાચારી વિના પેટ ભરતા હોય, તે એ પ્રાયઃ આપણે જ.
ગ્રંથકારશ્રી કહે છે કે તારા વેષ આદિથી લોકો સમજી લે છે કે તું ગુણવાન છે. અને એથી જ તું જે કહે તે વસ્તુ હાજર કરી દે છે. આજે તું જે જીવન જીવી રહ્યો છે, તેમાં સુખ-સાહેબીનો પાર નથી. ગૃહસ્થો મુંબઈની ભયંકર ભીડવાળી ટ્રેનોમાં પિસાઈ પિસાઈને, ગદ્ધાવેતરા કરીને, કેટલાય સંક્લેશો કરીને જે મેળવે છે, એ તને બેઠા બેઠા મળી જાય છે. પણ આ રીતે મેળવેલી વસ્તુથી તારા પર કેટલું ઋણ ચડે છે, તેનો તને કોઈ ખ્યાલ છે ખરો ?
जलपाणदायगस्स वि उवयारो न तीरए काउं ।
જે એક ગ્લાસ પાણી પણ પીવડાવે તેના ઉપકારનો પણ બદલો વાળી શકાતો નથી. તો પછી A to Z બધું મફત સ્વીકાર્યા પછી તારી શી દશા થશે ?
વાસ્તવમાં મફત કાંઈ હોતું જ નથી. પોતાનો માલ વધારે વેંચાય તે માટે કંપનીઓ ૧૬%, ૨૬%, રૂ૬% મતની જાહેરાતો કરે. તેમાં જેમ એક કે બીજી રીતે એ ‘મફત’ ના ય પૈસા કઢાવી જ લેવાય છે. તે રીતે કોઈ પણ મફતનો માલ લઈએ, તેનું પહેલા કે પછી પણ મૂલ્ય તો ચૂકવવું જ પડે છે. ચોર હોય કે ભિખારી હોય, કોઈને કશું સાવ મફત તો મળતું જ નથી.
( ૫૪ )