________________
હૈદ્રાબાદ મ્યુઝિયમમાં કોઈ રજવાડાની એક રકાબી છે. થાળ જેવી મોટી એ રકાબીની એ વિશેષતા છે કે એમાં વિષમિશ્રિત ભોજન રાખવામાં આવે, તો એ તડ તડ અવાજ કરવા લાગે છે. આ રકાબી જેવું સાધુનું હૃદય હોય. સાવદ્યનું નામ પડતાની સાથે એ કંપ્યા વિના ન રહે. અને એ દૂરથી જ સાવદ્યનો પરિહાર કર્યા વિના ન રહે. વિષભોજનથી એક મરણ.... સાવદ્ય સેવનથી અનંત મરણ. આ ગણિત જેના મનમાં જડબેસલાક બેસી ગયું છે, તેનું નામ સાધુ. આ ગણિત જ સાધુને ગૃહસ્થથી અલગ પાડે છે. ગૃહસ્થ એ જ જોશે કે-મને કઈ રીતે અનુકૂળતા મળશે ? જો શોર્ટકટ મળતો હોય તો ઘાસની વિરાધના એને મંજૂર છે. જો લિફ્ટ ઉપલબ્ધ હોય તો સંભવિત ઉદરની વિરાધના એને મંજૂર છે. જો ભોગસુખ મળતું હોય તો કારખાનાના ભઠાઓની વિરાધના એને મંજૂર છે.
પણ સાધુ તો એ જોશે કે, “સાવધનો પરિહાર શી રીતે થઈ શકે ?” જો વનસ્પતિની વિરાધનાથી બચી શકાતું હોય તો લોંગકટ એને મંજૂર છે. છવદ્યાનું પાલન કરવા માટે હજારો કિલોમીટરોની પદયાત્રા પણ તેને મંજૂર છે અને ૨૪માં માળે દાદરાથી ચડવું પણ તેને મંજૂર છે. રસ્તે ચાલતા કોઈ જીવની કિલામણા ય ન થઈ જાય એ માટે આજુબાજુના ગમે તે દૃશ્યો પ્રત્યેના કુતૂહલને ક્યડી નાખવું એ તેને મંજૂર છે. જો સાધુની આ સંવેદનાનો સ્પર્શ ન થયો હોય તો સમજી લેવું કે આપણે સાધુ જ નથી. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં કહે છે
નિર્દય હૃદય છ કાયમાં જે અનિવેષે પ્રવર્તે રે ગૃહિ યતિ ધર્મથી બાહિરા તે નિર્ધન ગતિ વર્તેરે
જેને સાવદ્યનો કોઈ ભય નથી. ગાયના જીવો પ્રત્યે જેના હૃદયમાં યા નથી. જે પોતાની અનુકૂળતા ખાતર ષયના જીવોની વિરાધના કરે
* ( ૫૨ )