________________
તો હજી કદાચ ચાલશે. પણ હુ જે બોલું છું, જેની મેં પ્રતિજ્ઞા કરી છે એનું પાલન તો મારે કરવું જ છે.' ડગલે ને પગલે આત્મનિરીક્ષણ કર કે અત્યારે હું કોઈ સાવદ્ય તો સેવતો નથી ને. સાપ કરતાં પણ સાવદ્યનો ભય વધુ લાગે ત્યારે સમજી લેજે કે ‘હું સત્યપ્રતિજ્ઞ છું’.
એક આચાર્ય ભગવંત સપરિવાર વિહાર કરી રહ્યા હતાં. અચાનક એક સાપ ધસી આવ્યો. આચાર્યશ્રીને ડંખ મારીને જતો રહ્યો. આચાર્યશ્રી બેભાન થઈ ગયાં. એક શિષ્ય ચિકિત્સાશાસ્ત્રના જાણકાર હતાં. એ વનવગડામાં તેમણે વિષહર વનસ્પતિ શોધી કાઢી, અને તેના પાંદડાના રસથી આચાર્યશ્રીની ચિકિત્સા કરી. આચાર્યશ્રી ભાનમાં આવી ગયાં. શું બન્યું તેની જાણ થઈ. અને પાંદડાની વિરાધનાના પ્રાયશ્ચિત્તરૂપે તેમણે યાવજ્જીવ લીલોતરીનો ત્યાગ કરી દીધો.
એક મહાત્મા કોઈને પોસ્ટકાર્ડ પણ ન લખે. ક્યારેક ન છૂટકે લખવું પડે તો ય ખુબ દુભાતા દિલે લખે અને લખ્યા પછી ય એ પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા આપતા એમનો જીવ ન ચાલે. આપતા પહેલા પૂછે કે ‘તમારા રસ્તામાં પોસ્ટનો ડબો આવે છે ખરો ?' જો એમના રસ્તામાં પોસ્ટડબો આવતો હોય તો જ તેમને પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા આપે. અને એ આપતી વખતે પણ તેમનું હૈયુ વલોવાઈ જતું કે આ પોસ્ટકાર્ડ પોસ્ટના ડબામાં પડશે, ત્યાનું પ્રમાર્જન શી રીતે થશે ? ત્યાં કોઈ જીવજંતુ હશે તો ? હાય, મેં કેવું સાવદ્ય સેવ્યું ! એક મહાત્માએ વિહારમાં આગગાડી જોઈ. ધસમસતું એંજિન, ધુમાડાના ગોટેગોટા વગેરેને જોઈને એમને વિચાર આવ્યો કે ‘આગગાડીમાં એક ડબ્બો પોસ્ટનો હોય છે. હું ટપાલ લખું તો આ ભયંકર સાવદ્યમાં મારો ય ભાગ તો નક્કી થઈ જ જાય છે.’ આ વિચારે તે ધ્રુજી ગયાં અને તેમણે કોઈને પાલ લખવાનું બંધ કરી
દીધું.