________________
એક શેઠે જાહેરાત કરી. જેને ઉધાર પૈસા જોઈએ, એ મારી પાસેથી લઈ જાય. શરત એટલી કે એ પૈસા આ ભવમાં પાછા નહીં લેવાય, એ પૈસા આવતા ભવમાં જ પાછા લેવામાં આવશે. ચાર ચોરોને આ જાહેરાતની જાણ થઈ. તેઓ તો ખુશ-ખુશાલ થઈ ગયા. વાહ, આપણને તો આવું જ જોઈએ. ૬ લાખ રૂપિયાની માંગણી કરી. શેઠે કહ્યું, ‘મારી શરત ખબર છે ને ?’ એ ચોરો મૂછમાં હસતા હસતા બોલ્યા, ‘તમારી બધી શરત મને મંજૂર છે.’ રૂપિયા મળી ગયાં. સુખના સપના જોતા જોતા ચોરોએ વિદાય લીધી. રસ્તામાં એક ઘાંચીને ત્યાં રાતવાસો કર્યો. અડધી રાતે કોઈની વાતોના અવાજથી તેઓ જાગી ગયા. જોયું તો ઘાંચીના બે બળદ મનુષ્યવાણીમાં વાત કરતાં હતાં. એક બળદ કહે, ‘આ ઘાંચીનું પૂર્વભવનું પાંચ હજાર રૂપિયાનું દેવું બાકી રહી ગયું. એમાં મારી કેવી દુર્દશા થઈ. બળદનો અવતાર લઈને આખી જિંદગી આ તેલના યંત્રમાં ગોળ ગોળ ફરવું પડયું. પણ હવે એ દેવું પૂરુ થવા આવ્યું છે. એકાદ દિવસમાં તો હું મરી જઈશ, અને આ મજૂરીથી છૂટી જઈશ. આ દેવાના પશ્ચાત્તાપથી અને ઘણું-ખરું દેવું ચૂકતે થઈ જવાથી મને મનુષ્યવાણી પ્રગટી છે.’ બીજો બળદ બોલ્યો, ‘મારું તો દશ હજારનુ દેવું બાકી છે, કોણ જાણે મારો છૂટકારો ક્યારે થશે ?’
આ સાંભળી પેલા ચોરો ધ્રુજી ગયાં. પેલા શેઠ પાસે પાછા ગયાં. રૂપિયા પાછા આપ્યા. સાથે એક દિવસનું વ્યાજ પણ આપ્યું. શેઠ કહે ‘મેં તો શરત કરીને જ રૂપિયા આપ્યા છે. આવતા ભવમાં જ એ રૂપિયા પાછા લઈશ.’ બિચારા ચોરો પગે પડી ગયા. ખૂબ કાકલૂદી કરી. શેઠને યા આવી. રૂપિયા લીધાં.
આવા મફત કરતા તો મજૂરીનો રોટલો સારો. ના ભાઈ ના, મફતના નામે જરાય મોહાવા જેવું નથી. આજે તું મજેથી ખાય-પીવે છે. ગામે ગામ તારા માટે હવેલી જેવા ઉપાશ્રયો તૈયાર છે. તારો પડતો બોલ લોકો ( ૫૫ )