________________
કરે કે, “સાહેબ ! કાંઈ પણ ખપ હોય તો અમને લાભ આપો.' આ સાંભળીને અમારું હૈયુ હચમચી જતું હતું.
વિક્રોલીમાં એક ભાઈએ જિનાલયની વર્ષગાઠે ધજાનો લાભ લીધો. તેમણે આગ્રહ સાથે અમને એના ઘરે પગલા કરાવ્યા. અમે આશ્ચર્યચકિત થઈ ગયાં. આટલી મોટી બોલી બોલનારનું ઘર આવું? ભાઈએ જણાવ્યું કે મારી પાસે જે હતું એ બધું જ આ ધજાની બોલીમાં લગાવી દીધું છે, હવે કાંઈ જ બાકી નથી.
સિદ્ધગિરિની ડોળીના પૈસા જેને વધારે લાગ્યા અને તેથી જ પોતાની માવડીને ખભે બેસાડીને જેણે જાત્રા કરાવી એ યુવાને અધધધ ઉછામણી બોલીને પહેલી પૂજાનો ચડાવો લીધો હતો.
સાધર્મિક ભક્તિના ફંડમાં એક બેને સોનાની ચાર બંગડી આપી દીધી. તપાસ કરતાં ખબર પડી કે એ બંગડીઓ તો જીવનભરની મૂડી હતી. પહેલી સાધર્મિક ભક્તિ તો એ બેનની જ કરવા જેવી હતી. એક ભાઈએ તો પોતાના ૧૬૦૦ રૂ. ના પગારનું કવર સાધર્મિક ભક્તિના નામે કરીને જિનાલયના ભંડારમાં પધરાવી દીધું હતું.
સારા કાનું હતું.
, આવા તો હજારો તારલાઓ શ્રીસંઘ ગગનમાં ચમકી રહ્યા છે. ગ્રંથકારશ્રી તેમના તરફ અંગુલિનિર્દેશ કરીને કહે છે કે ઓ નિર્દય ! હજારો હાડમારી વચ્ચે પણ હોંશે હોંશે ધર્મમાં વિનિયોગ કરતાં આ ગૃહસ્થો પાસેથી ય તારે તારું ભાવતું ને ફાવતું બધું જ પડાવી લેવું છે ? તારી ઉચી-ઉંચી માંગણીઓની પૂર્તિ કરવી છે જે તેમની હાડમારીઓની તને કોઈ ચિંતા નથી ?
એક લૌકિક ન્યાય છે. - મહિષી પ્રસવોન્ફરવી મક્રિષો
( ૫૭ )