________________
આ છે અજાગલકર્તરીય ન્યાય. જ્યારે માણસ હાથે કરીને દુ:ખી થવાનો ધંધો કરે, સામે ચાલીને પોતાનું માથુ કપાવી દે, ત્યારે આ ન્યાયનો પ્રયોગ કરાય છે. જે મુનિ નિર્ગુણ હોવા છતા પણ દંભથી ગુણવાનપ્રાયોગ્ય સત્કાર ઈચ્છે છે અને મુગ્ધજનોને છેતરે છે, તે નરકે જાય છે. આ રીતે અહીં પણ અજાગલકર્તરીય ન્યાયનો અવતાર થાય છે.
વીર પ્રભુનો આ વેષ જેને જોતાની સાથે આબાલ-વૃદ્ધ, ગરીબશ્રીમંત, જૈન-અજૈન બધા લોકો ઝૂકી જાય. આ વેષમાં તેમને આ કાળના ભગવાનના દર્શન થાય. પોતે જેવું તેવું લૂખું-સૂકું ખાતા હોય અને આ વેષને જોઈને તેમનાં ભાવો ઉભરાવા લાગે, શક્ય એટલી ઊંચામાં ઊંચી ભક્તિ કરે. આખું ઘર ડાલડા ઘી વાપરતું હોય અને આ વેષને જોઈને ઉપરથી ચોખ્ખું ઘી ઉતારે. પાંચ રૂપિયાની પેન જેને મોંઘી લાગતી હોય, એ આ વેષના ખાતર હોંશે હોંશે પચાસ રૂપિયાની પેન લઈ આવે.
હૃદય જેવી વસ્તુ હોય તો ભીના હૃદય ને ભીની પાંપણોની આ ભીની ભક્તિ જોઈને ગદ્-ગદ્ થઈ જવાય. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિના ન્યાયે વેષને મળતા સત્કારથી જ જો અભિમાન થઈ જાય. સત્કાર અને સન્માનની અપેક્ષા બંધાઈ જાય. અને એ અપેક્ષાની પૂર્તિ કરવા જો દંભનું સેવન કરાય, તો આ આચરણ નરકના રિઝર્વેશન સમાન છે.
કો’કે માર્મિક વાત કહી છે. જો તમને નરકમાં જવું છે, તો તમે કોટવાલ બનો. જલ્દી નરકમાં જવું છે, તો તમે વૈદ બનો. ખૂબ જ જલ્દી નરકમાં જવું છે, તો તમે એક દિવસ માટે પુરોહિત બનો.
शीघ्रं नरकवाञ्छा चेद्दिनमेकं पुरोहितः ।
કોટવાલની તો જિંદગી જ કઠોરતા અને નિર્દયતાથી ભરેલી છે. એટલે એ તો નરકમાં જાય એ સમજાય એવી વાત છે. વૈદ તો લોકોની ( ૨૧ )