________________
गृहावाससमो धर्मो न भूतो न भविष्यति। तं सेवन्ते ध्रुवं शूराः क्लीबाः पाखण्डमाश्रिताः॥
ગૃહાવાસ જેવો ધર્મ કદી થયો નથી અને થશે પણ નહીં. શૂરવીર આત્માઓ જ આ ધર્મની આરાધના કરે છે. જેઓ કાયર છે તેઓ તો આ ઉગ્ર ચર્યાથી ગભરાઈને સંન્યાસ લઈ લે છે.
સંસારની બધી જવાબદારીઓથી મુક્ત થયા પછી જો હવે તું સંયમની જવાબદારીઓ નહીં સમજે, કર્તવ્યરૂપે તેનો સ્વીકાર નહીં કરે, તો એ કેટલું બધું અનુચિત થશે! જ્યાં પ્રતિક્ષણ મોક્ષ તરફ છલાંગ લગાવવાની છે, એ છે સાધુધર્મ. જ્યાં પ્રત્યેક શ્વાસે સંયમ શ્રેણીમાં ઉર્ધ્વરોહણ કરવાનું છે, એ છે મુનિચર્યા. જ્યાં નવરાશની એક પળને પણ સ્થાન નથી એનું નામ છે પ્રવ્રજ્યા. પ્રકૃણ વ્રજન = પ્રવ્રજ્યા, વણથંભી વેગીલી દોટ એનું જ નામ પ્રવ્રજ્યા. સંસાર અને સિદ્ધિ વચ્ચેનું અંતર ચમત્કારિક ગતિથી જ્યાં કપાતું રહે છે, એનું જ નામ મહાભિનિષ્ક્રમણ.
કો’ક અંગ્રેજ કવિએ કહ્યું છેWoods are lovely dark & deep I Love promise to keep Miles to go before I sleep Miles to go before I sleep.
કવિ કહે છે કે મારે સૂતા પહેલા માઈલો સુધી ચાલવાનું છે.' શ્રમણધર્મમાં તો નિદ્રામાં ય મુક્તિયાત્રા ચાલુ રાખવાની છે. પણ એ ક્યારે બને ? જાગરણના કાળમાં અપ્રમત્તપણે મુક્તિયાત્રાને આગળ ધપાવી હોય ત્યારે. પૂ. ભુવનભાનુસૂરિ મહારાજા કહેતા હતા કે, ભગવાન મહાવીરસ્વામિએ સાડા બાર વર્ષો સુધી જે ઘોર સાધના કરી, એ સાધનામાં
( ૪૦ )