________________
વર્ષાઋતુમાં પ્રતિસલીન બને. આ રીતે સંયમીઓ સુંદર સમાધિને ધારણ કરે છે.
ઓ મુનિ ! સમજી લે કે આ દીક્ષા, આ નિશ્ચિત જીવિકા, આ ઉપકરણો, આ વ્યવસ્થા... બધુ સાધનામાં પ્રચંડ પુરુષાર્થ કરવા માટે જ છે, અન્યથા તો આ બધુ તારી નરકનું કારણ બની જશે. રજોહરણ માત્ર તારણહાર નથી, મારણહાર પણ છે.
પૂ. ધર્મજિતસૂરિ મહારાજા કહેતા હતા કે જેઓ માનવભવ પામીને આરાધના નથી કરતાં, તેઓ આ માનવભવમાં પોતાની દીર્થસંસારયાત્રા માટે પેટ્રોલ ભરાવે છે. આ જ વાત સંયમજીવનની બાબતમાં ય લાગું પડે છે. ફરક એટલો છે કે અહીં જે પેટ્રોલ ભરાય છે એ અનેકગણુ હોય છે. નારદ પરિવ્રાજક-ઉપનિષદ્ધાં કહ્યું છે
विरक्तः प्रव्रजेद्धीमान् सरक्तस्तु गृहे वसेत्।। सरागो नरकं याति प्रव्रजन् हि द्विजाधमः॥३-१३॥
જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, સાધનાનો અત્યંત તલસાર થયો છે. મોક્ષ માટે પ્રચંડ પુરુષાર્થ કરવા જે ઉત્કંઠિત બન્યો છે. તેણે દીક્ષા લેવી જોઈએ. જેને હજી વિષયસુખની સ્પૃહા છે, તેણે ઘરે રહેવું જોઈએ. આવી સ્પૃહા સાથે જે દીક્ષા લે છે, તે અધમ બ્રાહ્મણ નરકમાં જાય છે.
यस्यैतानि सुगुप्तानि जिह्वोपस्थोदरं करः। संन्यसेदकृतोद्वाहो ब्राह्मणो ब्रह्मचर्यवान् ॥३-१४॥
જીભ, ઉપસ્થ, પેટ અને હાથ, જેના આ અંગો સુગુમ છે, આ બધા અંગો પર જેનું પૂર્ણ નિયંત્રણ છે, તે બ્રહ્મચારી બ્રાહ્મણે વિવાહ ક્ય વિના દીક્ષા લેવી જોઈએ.
( ૪૨ ) -