________________
રમે છે, મને પરાણે પણ પ્રમાદ કરાવડાવે છે, એનાથી તો તારા પ્રત્યેની મારી નફરત અનેકગણી બની ગઈ છે. હવે તો તું ખતમ થાય એ જ મારું લક્ષ્યબિંદુ.
ઉચ્ચ ભૂમિકાએ પણ પ્રમાદ - એમાં ગ્રન્થકારશ્રી બે કારણની કલ્પના કરે છે, એક તો મોહની મેલી ચાલ અને બીજુ નિકાચિત દુર્ગતિગમન.
तादृशी जायते बुद्धिर्व्यवसायोऽपि तादृशः । सहायास्तादृशाश्चैव यादृशी भवितव्यता ॥
બુદ્ધિ તેવી જ ઉત્પન્ન થાય છે, પુરુષાર્થ પણ તેવો જ કરી શકાય છે અને સહાયો પણ એવી જ મળે છે કે જેવી ભવિતવ્યતા હોય છે.
શ્રેણિક મહારાજા વગેરેએ નરકનું આયુષ્ય બાંધ્યું હતું તો છેલ્લે વીર વીર ભૂલાઈ ગયું. રૌદ્રધ્યાન પણ આવી ગયું. કારણ કે ભવિતવ્યતા જ એવી હતી. તે જ રીતે જો ભવિતવ્યતા જ એવી હોય, કે હજી સંસારમાં ઘણું રખડવાનુ હોય, હજી દુર્ગતિની રઝળપાટો કરવાની હોય, હજી નરકની યાતનાઓ સહન કરવાની હોય, તો સેંકડો શાસ્ત્રો ભણવા છતાં, સેંકડો પ્રેરણાઓ પામવા છતાં, અનેક રીતે અનુકૂળતા હોવા છતાં પણ જીવનો પ્રમાદ ન છૂટી શકે. આ હકીકત પણ આપણા રુંવાડા ખડા કરી દેવા પર્યામ છે. આ હકીકતનો વિચાર આપણને એ કક્ષાએ લઈ જાય છે કે જ્યાં પ્રચંડ પુરુષાર્થમય સાધના સિવાય અન્ય કોઈ જ વિકલ્પ ન હોય.
છત્રપતિ શિવાજી મહારાજે રાયગઢ જીતવા માટે પોતાના શૂરવીર યોદ્ધા તાનાજી અને સૂર્યાજીને મોકલ્યા. કિલ્લાને ઓળંગવા માટે ચંદનઘોનો સહારો લેવાયો. ચંદનથો ઉપર પહોંચી ગઈ. તેની સાથે બાંધેલા દોરડા ( ૪૭ )