________________
“સિદ્ધાન્તના એક અક્ષરનું પણ જેને જ્ઞાન છે, તે મરી જાય પણ અનાચાર ન સેવે'- આ વચન ભાવનાજ્ઞાનને અનુલક્ષીને સમજવાનું છે.
પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ધર્મબિંદુ પ્રકરણમાં કહ્યું છે કે ‘ભાવનાજ્ઞાન નિશ્ચિતપણે આચરણનું કારણ બને છે.' ‘અહિંસા પરમો ધર્મ આ વચનના ભાવનાજ્ઞાનના પ્રતાપે મેતારજમુનિ, ધર્મરુચિ અણગાર વગેરે મહાત્માઓએ પોતાના પ્રાણ આપીને પણ અહિંસા ધર્મની આરાધના કરી હતી.
જ્યાં શુષ્કજ્ઞાન છે ત્યાં શાસ્ત્રજ્ઞતા હોવા છતાં પણ આ લાભ ન મળી શકે. શાસ્ત્રજ્ઞાન હોવા છતાં અને સર્વ અનુકૂળતા હોવા છતાં શક્ય સાધનાનો પ્રયાસ કરવામાં ન આવે એ કેટલું શોચનીય છે. જાણે કોકે સોનાના થાળમાં બત્રીસ પકવાન પીરસી દીધા, પણ જમવાની શરૂઆત કરે એ પહેલા જ થાળ ઝૂંટવી લીધો. એવો ઘાટ અહીં ઘડાયો. નિગોદથી માંડીને શ્રમણપદ સુધીની આ અનંતયાત્રામાં ઉત્તરોત્તર કેકેટલી દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થયા બાદ સાધનામાં પ્રચંડ પુરુષાર્થ કરવાનો હતો, એ
જ જો ન કરે, તો આ બધી પ્રાપ્તિ કદાચ કલંક બની જાય. . પણ એવો પ્રસાદ શા માટે થાય છે ? વિચાર કરતાં લાગે છે કે પીરસ્યા પછી થાળ ઝૂંટવી લેવો એ જેમ ભૂખે મારવા કરતા પણ વધુ નિર્દયતા છે. તેમ નિગોદાદિમાં સબડતા જીવને આટલે ઊંચે લાવ્યા પછી ય પ્રમાદી બનાવી દેવો એ મોહરાજાની કોઈ નિકૃષ્ટ કક્ષાની દુષ્ટતા છે. '
પડેલાને પાટુ મારવી એ દુષ્ટતા કરતાં ય તેને ઉછાળી ઉછાળીને પટવો એ દુષ્ટતા વધુ ભયંકર છે. શાંતસુધારસમાં મોહરાજાની આ નિષ્ફરતાનો પર્દાફાશ કરતા કહ્યું છે
( ૪૧ )