________________
એક યુવાન મને પોતાની આપવીતી કહેતો હતો.... હું જે લાઈનમાં જાઉં ત્યાં મારું ઠેકાણુ ન પડે. કરિયાણાની લાઈનમાં ગયો, તો ત્યાં ય ગોટાળા વાળ્યા, દરજીની લાઈનમાં ગયો, તો ત્યાં ય ગોટાળા વાળ્યા, પંડિતની લાઈનમાં છું, તો એમાં ય ગોટાળા વળે છે.” સ્મિત કરીને કહ્યું, “એના કરતા તમે દીક્ષા જ લઈ લો તો ?' એણે તરત જવાબ આપ્યો. 'ના, કારણ કે બીજે બધે ગોટાળા હજી કદાચ ચાલે, પણ દીક્ષામાં ગોટાળા ના ચાલે.”
કેટલી સચોટ વાત! મુનિ ! તને તો દીક્ષા મળી જ ગઈ છે. તારી પાસે રહેલું રજોહરણ... તારણહાર બનાવવું કે મારણહાર ? નરકનું કારણ બનાવવું કે મોક્ષનું ... હજી બાજી તારા હાથમાં જ છે. ચેતી શકે તો ચેત...
પ્રશ્ન- આટઆટલી અનુકૂળતા અને નિશ્ચિતતા હોવા છતાં પણ પ્રમાદ થઈ જાય છે, સાધનામાં જોઈએ એવો પુરુષાર્થ પણ થતો નથી, એ તો હકીકત જ છે. પણ આવું થવાનું કારણ શું ? મેં કાંઈ વિષયસુખ ભોગવવા દીક્ષા નથી લીધી. લાખો રૂપિયાને લાત મારીને ઝળહળતા વૈરાગ્ય સાથે દીક્ષા લીધી છે. ઓઘો લઈને નાચતા મને જે ભાવ આવ્યા હતાં. એ કદાચ આ જીવનનાં સર્વોત્કૃષ્ટ ભાવો હતાં. વળી મેં અનેક શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો છે. તો ય આ ઢીલાશનું કારણ શું?
ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છેशास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि गृहिणीपुत्रादिबन्धोज्झितोऽप्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये। तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित्परा दुष्टता, बद्धायुष्कतया स वा नरपशु¥नं गमी दुर्गतौ॥ १०॥
(૪૩ )