________________
જે નિર્જરા કરી, એટલી નિર્જરા જો હોતા હૈ ચલતા હૈ જેવી સાધનાથી કરવી હોય, તો કેટલાય ભવો પણ ઓછા પડે.
પ્રશમરતિ પ્રકરણમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છેआराधनास्तु तेषां तिस्रस्तु जघन्यमध्यमोत्कृष्टाः। જન્મમિરઝવૈઃ સિધ્યત્વે રાધાસ્તાનામ્ ારરૂણા
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણ પ્રકારની સંમારાધના છે. તેના આરાધકો ક્રમશઃ આઠ, ત્રણ અને એક ભવમાં મોક્ષે જાય છે.
અહીં વિચારવાની વાત એ છે કે અનંતકાળના કુસંસ્કારો, અનંતકાળના દોષો અને અસંખ્યકાળના અનંતાનંત કર્મોનો આઠ ભવના માત્ર સંખ્યાતા કાળમાં શી રીતે ક્ષય કરી શકાય ? એ આઠે ભવોના પ્રત્યેક સમયે અદ્ભુત આરાધના હોય, ઉછળતા શુભ અધ્યવસાયો હોય, પ્રચંડ પુરુષાર્થ હોય, તો જ આ શક્ય બને.
પાંચ પહોરનો સ્વાધ્યાય, ચૌદ પૂર્વ આદિના ઉગ્ર પરિશ્રમસાધ્ય પરાવર્તનો, આચાર્યાદિની વૈયાવચ્ચ આદિ યથાસંભવ ઉચ્ચ યોગોની ઉચ્ચ આરાધના જ આઠ, ત્રણ કે એક ભવમાં મોક્ષ અપાવી શકે. જેમની પાસે એવી સ્વાધ્યાયાદિની શક્તિ નથી, તેઓ શું કરે ? કર્મનિર્જરા જ નહીં, અતિ વિશિષ્ટ વિશિષ્ટ કર્મનિર્જરા માટે આ સાધુજીવન છે, તેથી તેઓ જે પુરુષાર્થ કરે, તેનું વર્ણન કરતા દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
आयावयन्ति गिम्हेसु हेमंतेसु अवाउडा। વાસાણુ પરિસંક્ની સંયા સુમાદિયાને રૂ-૧૨ . ઉનાળામાં આતાપના લે, શિયાળામાં ઉઘાડા શરીરે રહે અને
( ૪૧ )