________________
તું ગુણો વિના જ અનિવેષને ધારણ કરીશ, તો તારે શઠોની. ગતિમાં જવું પડશે.
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પરે જોગી જોગેશ્વરા કોક જાણે.
આ પંક્તિઓમાં ય આ શ્લોકનું આંશિક પ્રતિબિંબ પડી રહ્યું છે. પૂ. કલાપૂર્ણસૂરિ મહારાજાને કોઈ શાસન-પ્રભાવક કહે ત્યારે એ કહેતા કે ‘શાસન તો સ્વયં પ્રભાવક છે. એની પ્રભાવના કરનાર હું કોણ ?' કોઈ નમે ત્યારે એ વિચાર કરવો જોઈએ કે આ વંદન તો પ્રભુના આ વેષને છે. આ વેષની ‘ગુડવીલને છે. આ વેષ સાથે નિશ્ચિતરૂપે સમજી લીધેલા ગુણોને છે. મારી તો કંઈ પાત્રતા છે કે કોઈ મને વંદન કરે ? મારી કઈ લાયકાત છે કે કોઈ મને ભૂખી રોટલી પણ મફતની આપે ? મારી એવી કઈ કક્ષા છે કે કોઈ મને એના ઘરમાં પણ પેસવા દે?
એક હાથી લટાર મારવા નીકળ્યો. રસ્તામાં એક જુનો પુલ આવ્યો. હાથીના પગલે પગલે આખો પુલ ધ્રુજવા લાગ્યો. સદ્ભાગ્યે હાથી હેમખેમ પસાર થઈ ગયો. બન્યું એવું કે એ હાથીના માથા પર એક કીડી બેઠી હતી. એણે હાથીના કાન પાસે આવીને કહ્યું, ‘આપણે બંનેએ મળીને પુલને કેવો ધ્રુજાવ્યો!'
કીડી બેઈમાન હતી, પણ કમ સે કમ આપણા કરતા તો ઈમાનદાર જ હતી, એવું નથી લાગતુ ? જો આપણે એમ માનતા હોઈએ કે આ બધો તો મારો જ પ્રભાવ... કોઈ વેપારી ટ્રાફિકમાં સાઈડ મળી જાય એ માટે પોતાના વાહનમાં
( ૩૮ )