________________
વિશુદ્ધ ચારિત્રથી પતિત થયેલો જીવ પણ ભવિષ્યમાં ઉત્થાન પામી શકે છે, જો તેણે સમત્વને બરાબર પકડી રાખ્યું હોય. જો સમ્યત્વ પણ ગયું તો બધું ગયું. આગમવચન છે
दसणभट्ठो भट्ठो दंसणभट्ठस्स नत्थि निव्वाणं। सिज्झंति चरणरहिया दंसणरहिया न सिझंति ॥
જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થઈ જાય, એ તો સર્વથા ભ્રષ્ટ થઈ ગયો. સમ્યગ્દર્શનરહિત હોય તેનો મોક્ષ નથી થતો. જે ચારિત્રરહિત છે તે (ઉત્થાન પામીને ક્રમશ:) સિદ્ધ થાય છે. પણ જે સમ્યગ્દર્શનરહિત છે, તે સિદ્ધ થતો નથી.
- લોકસત્કાર વગેરેને તું હોંશે હોંશે સ્વીકારે છે. આચારશૈથિલ્ય હોવા છતાં જેઓ સ્વ-આચારમાં દૃઢ છે એમના વંદન લેવામાં તને કોઈ સંકોચ નથી થતો. પ્રમાદ ચારિત્રને કોરી ખાય છે અને ધૃષ્ટતા સમ્યત્વને ખતમ કરી દે છે. આગમવાણી છે
जे बंभचेरभट्ठा पाए उड्डुति बंभयारीणं।
ते हुंति टुंटमुंटा बोही य सुदुल्लहा तेसिं॥ " જેઓ બ્રહ્મચર્યમાં ભ્રષ્ટ છે અને બ્રહ્મચારીઓ વંદન કરે ત્યારે ગર્વથી તેમની સામે પગ ધરે છે, તેઓ લૂલા-લંગડા થાય છે તેમને બોધિ ખૂબ દુર્લભ થાય છે. બ્રહ્મચર્યના સંબંધમાં જે વાત કહી છે તે યથાસંભવ અન્ય સંબંધમાં સમજવી જોઈએ. સ્વાચારચુસ્ત શ્રાવક પણ આરાધક છે. જ્યારે સ્વાચારટ્યુત સાધુ પણ વિરાધક છે. તપસ્યા ન કરવી એ પ્રમાદ છે, પણ તેની સાથે તપસ્વી તરીકે પંકાવામાં આનંદ થવો એ ધૃષ્ટતા છે. સ્વાધ્યાય ન કરવો એ પ્રમાદ છે, પણ એના સાથે “ગુરુજી બડે જ્ઞાની ઈત્યાદિ પ્રશંસા સાંભળીને હર્ષિત થવું એ ધૃષ્ટતા છે.
( ૩૬ ) .