________________
પાંચકો આપ્યો. એનું મોઢું મલકી ઉઠ્યું. બીજાએ દશકો આપ્યો એ ખુશ થઈ ગયો. ત્રીજાએ વશકો આપ્યો, એ હરખપદુડો બની ગયો. ચોથાએ પાવલી આપી, એ તો નાચી જ ઉઠયો. ટ્રસ્ટીઓ મૂછમાં હસતા હસતા જતા રહ્યા. પેલો આ પાંચકા-દસકાના આનંદમાં અબજો રૂપિયા ભૂલી ગયો. અબજોપતિનો વારસદાર એક ભિખારી જેવું જીવન જીવવા લાગ્યો. ટ્રસ્ટીઓ એને પાંચકા-દસકાની ભીખ આપી જાય છે. પેલાને એવો આનંદ થાય છે કે જાણે એ કૃતકૃત્ય થઈ ગયો.
કેવી દયનીય દશા ! આ નબીરો એટલે બીજો કોઈ નહીં પણ આપણે પોતે. આપણી અનંત આત્મ-સમૃદ્ધિ કર્મસત્તાએ દબાવી દીધી. આપણે સમજણા થયા. આપણને થતા અન્યાયનો ખ્યાલ આવ્યો. આપણે કર્મસત્તા સામે જંગે ચડ્યા. આ જંગમાં ક્યાંક આપણી જીત ન થઈ જાય એ માટે કર્મસત્તાએ આપણને પાંચકા-દસકા આપવાના શરૂ કર્યા. આ પાંચકા-દસકા એટલે લોકસત્કારાદિ. સ્વામિ ! શાતા છે ? આ શબ્દો સાંભળીને જો મોઢું મલકી ઉઠે, કોઈ પગ દબાવે ત્યારે ખુશ થઈ જઈએ, શાહી સામૈયા થાય ત્યારે હરખપદુડા થઈ જઈએ, પ્રખર પ્રવચનકાર જેવા વિશેષણો લાગે અને નાચી ઉઠીએ અને આ પાંચકા-દસકાના આનંદમાં જો અનંત આત્મસમૃદ્ધિને ભૂલી જઈએ તો આપણી દશા પણ એ અબજોપતિના નબીરા જેવી જ ને ?
ગ્રંથકારથી આપણને ભાનમાં લાવવા કહે છે ભલા માણસ ! તું આટલામાં ખુશ થઈ ગયો ? તેં આટલામાં કૃતકૃત્યતા માની લીધી ? રે મુગ્ધ ! ખુશ તો ત્યારે થવાય કે જ્યારે તું સિદ્ધિની દિશામાં પ્રગતિ કરતો હોય, જ્યારે તું વિશુદ્ધ જ્ઞાનાદિ યોગોની આરાધના કરતો હોય. એ વિશુદ્ધ આરાધના નથી, તો ય લોકસત્કારાદિથી જ તું રાજીનો રેડ થઈ જાય છે.
(૩૫)