________________
સર્વેક્ષણ કરી લે, તને એમાં એવું કાંઈ પણ દેખાય છે ખરું, કે જે તને પરલોકમાં સુખી કરી શકે ? રે.... તારે તો બેબાકળા બનીને ધ્રુસકે ધ્રુસકે રડવાનું છે અને તું ફુલાઈ રહ્યો છે ?....
किं लोकसत्कृतिनमस्करणार्चनाद्यै, रे मुग्ध ! तुष्यसि विनाऽपि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्प्रमादो, बोधिद्रुमाश्रयमिमानि करोति पशून् ॥ ७ ॥
રે મુગ્ધ ! લોકો તારો સત્કાર કરે તને નમસ્કાર કરે તારું પૂજન કરે એમાં તું આટલો ખુશ શાનો થાય છે ? ખુશ તો થવું જોઇએ વિશુદ્ધ યોગોથી, એ તો તારી પાસે છે નહીં. અરે, ચારિત્રથી તારું પતન થાય, તે પછી તારો આધાર હશે માત્ર સમ્યકત્વ. જે સમ્યક્ત્વ વૃક્ષ બનીને તને અવલંબન માટે ઉપયોગી થવાનું હતું, એ વૃક્ષ પર કુઠારાઘાત થઈ રહ્યા છે. કયો છે એ કુહાડો ? ખબર છે ? એ છે લોકસત્કાર, નમસ્કાર અને પૂજન વગેરે. લોકસત્કારાદિ સ્વરૂપથી કુહાડા સમાન છે એવું નથી. પણ તારો પ્રમાદ તેને કુહાડા સમાન કરી દે છે. આ રીતે તારો અંતિમ આધાર પણ કપાઈ જાય એટલે સંસારકૂપમાં તારું પતન નિશ્ચિત છે.
એ હતો અબજોપતિ શ્રીમંતનો એકનો એક દીકરો. પિતા ટ્રસ્ટીઓને નીમીને પરલોકે ગયા. દીકરો મોટો થયો. સમજણો થયો. પણ ટ્રસ્ટીઓની દાનત બગડી છે. એક પૈસો ય આપતા નથી. પેલો તો સમસમી ગયો. ટ્રસ્ટીઓ સામે જંગે ચડયો. કોઈ પણ રીતે પોતાનો વારસો મેળવી લેવા માટે સજ્જ બન્યો. ટ્રસ્ટીઓ ગભરાયા, તેની પાસે ગયા, એકે એને ( ૩૪ )