________________
સમાધાન- અગ્નિ કલ્યાણકર કે અહિતકર ? જવાબ છે સદુપયોગથી કલ્યાણકર, દુરુપયોગથી અહિતકર. એ જ રીતે જિનાજ્ઞાની બાબતમાં પણ સમજવાનું છે. કલિકાલ સર્વજ્ઞએ કહ્યું છે
आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च।
જિનાજ્ઞાની આરાધનાથી મોક્ષ, અને જિનાજ્ઞાની વિરાધનાથી સંસાર.
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેविसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं। एसो वि धम्मो विसओववन्नो પરૂ વેયાન રૂવાવિવન્નિા ૨૦-૪૪.
કાલકૂટ વિષ પી લે તેની જે દશા થાય ? શસ્ત્રને અનુચિત રીતે ગ્રહણ કરે, તેની જે દશા થાય એ દશા વિષયાદિની અશુચિથી જે ધર્મને ખરડી નાખે, તેની થાય છે. વિષ અને શસ્ત્ર જેમ દુરુપયોગથી પોતાને જ હણી નાખે, એમ ધર્મની વિરાધનાથી પણ આત્મા પોતે જ હણાઈ જાય છે. વેતાળને સિદ્ધ કરવાની સાધના હોય છે. જે અપ્રમત્ત પણે એ સાધનાને પાર પાડે એને વેતાળ સિદ્ધ થઈ જાય અને એના ઈચ્છિત કાર્યો કરી આપે. પણ જે એ સાધનામાં ગફલત કરે, ગોટાળા વાળે, એને એ વેતાળ દિવસે તારા દેખાડી દે. એ માણસ ભિખારી થઈ જાય, અથવા તો અસાધ્ય રોગોથી ઘેરાઈ જાય અથવા તો વેતાળ એનું માથુ જ કાપી નાખે.
જેવું વેતાળનું છે, એવું જ ધર્મની બાબતમાં ય સમજવાનું છે. મરી જવું સારું પણ ધર્મ સાથે ચેડા કરવા સારા નહીં. મહાભારતમાં કહ્યું છે
( ૩૨ )