________________
વિચારણીય વાત તો એ છે કે જીવનભર સંયમની આરાધના કરનાર એક વાર ઉત્સવ પ્રરૂપણા કરે એનાથી એમને નરકગતિ મળી શકે ખરી ? નરકના કારણભૂત મહારંભ-મહાપરિગ્રહ-પંચેન્દ્રિયજીવવધે છે. એનું સેવન તો તેમણે કર્યું જ નથી. હા, કટ વગેરે મુનિઓએ કષાયોધ્યમાં નરકાયુષ્ય બાંધી દીધું. પણ પ્રસ્તુતમાં તો તેવું ય નથી. તો પછી ઉત્સવપ્રરૂપણા તેવું ફળ શી રીતે આપે ? જવાબ એ છે કે ઉત્સુત્ર પ્રરૂપણા ય કષાયોદય વિના શક્ય નથી. કટાદિને ક્રોધનો ઉદય થયો હતો. એ આચાર્યને માનમાયા-લોભનો ઉદય થયો હતો. હા, એમાં એમણે નરકાયુષ્ય ન બાંધ્યું. પણ આ તો જિનાજ્ઞા, એની સાથે કરેલ ચેડા એનું ફળ ચખાડ્યા વિના રહે ખરા ? એ આચાર્ય મરીને ચંડાલ થયા, આખી જિંદગી પંચેન્દ્રિય વધ ર્યો અને મરીને સાતમી નરકે ગયાં. ત્યાર પછી પણ દુર્ગતિની અનેક પરંપરાઓ કરી.
ઉસૂત્રભાષણ જેમ જિનાજ્ઞા સાથેના ચેડા છે, તેમ જિનાજ્ઞાનું અપાલન એ પણ તેની સાથેના ચેડા જ છે. એનું ફળ પણ ભયંકર છે. માટે જ પંચસૂત્રમાં કહ્યું છે
एसा य जिणाण आणा महाकल्लाण त्ति न विराहियव्वा बुहेणं महाणत्थभयाओ सिद्धिकंखिणा॥३॥
પ્રવ્રજ્યા એ મહાકલ્યાણકર જિનાજ્ઞા છે, માટે બુદ્ધિશાળી મોક્ષાર્થી દીક્ષિતે તેની વિરાધના ન કરવી જોઈએ, કારણ કે તેની વિરાધનાથી મહા અનર્થ થાય છે. એના ભયથી પણ પ્રવજ્યાનું અણિશુદ્ધ પાલન કરવું જોઈએ.
શંકા- જિનાજ્ઞા તો એકાંત કલ્યાણકર જ હોવી જોઈએ એનાથી કોઈનું અહિત શી રીતે થાય ?
( ૩૧ )